કોરોના અપડેટ:જિલ્લામાં શુક્રવારે 33 દર્દીઓ સ્વસ્થ થયા સામે નવા 30 વધ્યા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉત્તર ગુજરાતમાં 79 કેસ: પાટણ 15, બ.કાં. 17, સા.કાં. 16 અને અરવલ્લી 2
  • મહેસાણા-ઊંઝા-વિસનગરમાં 7-7, કડી-3, વિજાપુર-ખેરાલુ 2-2 અને વડનગર-બહુચરાજીમાં 1-1 કેસ નોંધાયો

મહેસાણા જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 30 દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહેસાણા, ઊંઝા અને વિસનગરમાં 7, કડીમાં 3, વિજાપુર અને ખેરાલુમાં 2-2, તેમજ બહુચરાજી અને વડનગરમાં 1-1 કેસ આવ્યા હતા.શુક્રવારે 33 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી, હાલમાં 598 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ઊંઝામાં વિસનગર રોડ પર રહેતા એક જ પરિવારના 75 વર્ષના વૃદ્ધ સહિત 3 સભ્યો સંક્રમિત બન્યા છે. દેણપના 73 વર્ષના વૃદ્ધ અને તેમનાં પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ખેરાલુના ચાડામાં પિતા-પુત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં સારવાર ચાલુ કરવામાં આવી હતી.

કોરોના સંક્રમિત દર્દીઓની યાદી

મહેસાણા :
વિસનગર રોડ (27)(પુરુષ)
નાગલપુર (43)(પુરૂષ)
રાધનપુર રોડ (61)(પુરુષ)
ટીબીરોડ (40)(પુરૂષ)
રાધનપુર રોડ (26)(મહિલા)
ગોઝારિયા (23)(પુરુષ)
પાંચોટ ઓજી (32)(પુરુષ)
ઊંઝા :
શાળા પાસે (44)(મહિલા)
ઊંઝા (44)(પુરૂષ)
વિસનગર રોડ (75)(પુરૂષ)
વિસનગર રોડ (40)(પુરુષ)
વિસનગર રોડ (32)(મહિલા)
બહાર માઢ (38)(પુરુષ)
ઉપેરા (70)(મહિલા)
કડી :
કડી (22)(મહિલા)
યશવંતપુરા (80)(પુરૂષ)
ચંદનપુરા (46)(પુરુષ)
વિસનગર :
ખેરાલુ રોડ (80)(મહિલા)
વિસનગર (39)(પુરુષ)
ધરોઇ કોલોની રોડ (40)(પુરૂષ)
ધરોઇ કોલોની રોડ (77)(પુરુષ)
દેણપ (73)(પુરુષ)
દેણપ (7)(મહિલા)
કાંસા એન એ (52)(પુરૂષ)
વિજાપુર :
મંડાલી ખરોડ (75)(પુરૂષ)
ડાભલા (55)(પુરુષ)
ખેરાલુ :
ચાડા (44)(પુરૂષ)
ચાડા (19)(મહિલા)
બહુચરાજી :
જેતપુર (66)(પુરુષ)
વડનગર :
મઢાસણા (50)(પુરૂષ)
અન્ય સમાચારો પણ છે...