શંકાસ્પદ મોત:મહેસાણાના ઉચરપી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી એક યુવકનો કોહવાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામા આવી

મહેસાણા શહેરમાં સાંઈબાબા મંદિર પાસે આવેલ ઉચરપી રોડ પરના ફ્લેટમાંથી આજે એક યુવકની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બંધ ફ્લેટ માંથી દુર્ગંધ આવતા આસપાસના રહીશોએ પોલીસને જાણ કરી હતી. મૃતકના પત્ની પિયરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

મહેસાણા શહેરમાં સાંઈબાબા મંદિર ઉચરપી રોડ પાસે આવેલ ગુડલક ફ્લેટ નંબર 104માં રહેતા નીરવ ગજ્જરની તેઓના પલંગ પરથી કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક નીરવ પોતાના ફ્લેટમાં એકલો રહેતો હોવાની વિગતો સામે આવી રહી છે. નીરવના લગ્ન થોડા સમય પહેલા થયા હતા અને પતિ પત્ની વચ્ચે અગમ્ય કારણોસર ઝગડો થતા પત્ની પણ પિયર રહેતી હોવાનું હાલ માં પ્રાથમિક તબબકે જાણવા મળી રહ્યું છે.

આસપાસના લોકોના જણાવ્યા પ્રમાણે નિરવ રવિવારથી જોવા મળ્યો નહોતો. તેમજ તેના ફ્લેટની પાસેથી આજે દુર્ગંધ મારતા તેની માસીની દીકરીને જાણ કરતા દરવાજો અંદર થી બંધ હોવાથી પોલીસ ને જાણ કરી હતી. બાદમાં પોલીસ આવ્યા બાદ પોલીસ ની હાજરી માં ફ્લેટ નો દરવાજો તોડી અંદર જોતા નીરવ ની લાશ કોહવાઈ ગયેલી હાલતમાં તેના બેડ પર પડેલી જોવા મળી હતી. પોલીસે લાશનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...