તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Decision Was Welcomed But There Was A Hidden Fear Among The Parents That The Children Would Not Be Vaccinated And Sent To School

શાળાના દ્વાર ખુલશે:નિર્ણય આવકાર્યો પણ બાળકોને રસી અપાઇ ન હોઇ શાળાએ મોકલતાં વાલીઓમાં છૂપો ડર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઇન-શેરીશિક્ષણ પછી હવે 2જી સપ્ટેમ્બરથી ધો.6થી 8ના વર્ગ શરૂ કરાશે
  • મહેસાણા જિલ્લામાં કુલ 1028 પ્રાથમિક શાળાના 93,884 બાળકો માટે શાળાના દ્વાર ખુલશે

ઉચ્ચત્તર પ્રાથમિકના ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે તા.2 સપ્ટેબરથી શાળાઓમાં 50 ટકા સંખ્યાથી વર્ગ શિક્ષણ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. મહેસાણા જિલ્લામાં કુલ 1028 શાળાના 93,884 બાળકો માટે શાળાના દ્વાર ખુલશે. અત્યાર સુધી બાળકોનું ઓનલાઇન અને શેરી શિક્ષણ ચાલતું હતું, હવે વાલીની સંમતિ સાથે બાળકો શાળામાં શિક્ષણમાં જોડાશે. અત્યાર સુધી ઘરે ઓનલાઇન ભણીને થાકેલા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ છે. તો વાલીઓ આ નિર્ણયને આવકારી રહ્યા છે, પરંતુ બાળકોને હજુ રસી અપાઇ ન હોઇ બાળકોને શાળાએ મોકલતાં છુપો ડર હોઇ પહેલાં પરિસ્થિતિ જોઇ બાળકોને સ્કૂલે મોકલવાનું કહી રહ્યા છે.

બાળકોમાં ભણતરની તંદુરસ્ત સ્પર્ધા બંધ થઇ હતી
ઓનલાઇન વર્ગમાં વિદ્યાર્થીઓને શરૂઆતમાં મજા આવી પણ છ મહિના પછી કંટાળવા લાગ્યા હતા, ઓનલાઇન ચાલુ વર્ષમાં ઘણા વિદ્યાર્થીઓ વીડિયો બંધ કરી દેતા. વળી શારીરીક અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ બંધ થઇ હતી. ઘણા વાલીઓ રાહ જોઇ બેઠા હતા. હવે તો ધો.1 થી 5ના વાલીઓના વર્ગો શરૂ કરવા ફોન આવી રહ્યા છે તેમ રંગોલી સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર રીંકેશ પટેલે જણાવ્યું હતું. જ્યારે જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ મુકેશભાઇ ચૌધરીએ કહ્યું કે, શિક્ષકો સતત બાળકોના શેરી શિક્ષણમાં કાર્યરત રહ્યા છે, હવે વર્ગશિક્ષણ શરૂ થશે એટલે બાળકોના અભ્યાસ ઉપર શિક્ષકો વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકશે.

વાતાવરણ જોઇ શાળાએ મોકલીશું
મારો દીકરો ધો.6માં ભણે છે. કોરોનામાં ઘરે બેઠાં ઓનલાઇન ભણતર ચાલ્યું, જેમાં વિષયને પૂરતો સમજ્યો, ના સમજ્યો તેવી રીતે અભ્યાસક્રમ ચાલતો રહ્યો. હવે શાળા ખુલશે તો વર્ગમાં વધુ ધ્યાન આપી શકશે એટલે નિર્ણય સારો છે. અમે પહેલાં વાતાવરણ જોઇશું અને પછી શાળાએ મોકલીશું તેમ વાલી કનુભાઇ બારોટે કહ્યું હતું.

9 થી 12માં 80% ઓફલાઇન શિક્ષણ લે છે
મહેસાણાની વિવિધ શાળાના સૂત્રોએ કહ્યું કે, ધો.9 થી 12માં શાળામાં શિક્ષણની છુટછાટ પછી ઓડ ઇવન પદ્ધતિમાં અંદાજે 80 ટકા વિદ્યાર્થીઓ શાળાએ આવતા થયા છે. કેટલાક હજુ ઓનલાઇન શિક્ષણ મેળવે છે. 10-15 ટકા ઓનલાઇન કે ઓફલાઇનમાં ગેરહાજર રહે છે.

અન્ય સમાચારો પણ છે...