તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:વકીલોની રોજગારીને ધ્યાને લઇ નિર્ણય બદલાયો, કોર્ટ રાબેતા મુજબ ચાલુ રહેશે

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના કેસ વધતાં શુક્રવારે બાર એસો.એ 15 દિવસ કામ બંધ રાખવા નિર્ણય કર્યો હતો

મહેસાણા કોર્ટ સંકુલમાં 10 જેટલા વકીલો અને 3 જેટલા કોર્ટ સ્ટાફ કોરોના સંક્રમિત થયા બાદ શુક્રવારે તાબડતોબ મિટિંગ યોજી ડિસ્ટ્રિક્ટ બાર એસો. દ્વારા 15 દિવસ કોર્ટ સંકુલમાં વકીલો અને પક્ષકારોએ નહીં પ્રવેશવા અંગે સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. જોકે, સતત 15 દિવસ કામકાજ બંધ રહે તો રોજગારી પર અસર પડવાની વકીલોએ વ્યક્ત કરેલી ચિંતાને પગલે શનિવારે બપોરે ફરી બાર એસો.ની મિટિંગ મળી હતી. જેમાં વકીલોની રજૂઆતો અને પરામર્શના અંતે ઠરાવ મોડીફાય કરવાનો નક્કી કરાયું હતું. કોર્ટ સંકુલમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી કામકાજ કરવું, કોઈ બીમાર હોય તો સંકુલમાં ન આવવું અને સાવચેતીનું પાલન કરી કામકાજ ચાલુ રાખવા નક્કી કરાયું હતું .શનિવારે જિલ્લાની વિવિધ કોર્ટોમાં કેસોનું કામ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિયેશનના પ્રમુખ આર. એન. બારોટે જણાવ્યું કે, આજે બપોરે ફરી મિટિંગ યોજાઇ હતી. જેમાં ચર્ચા, રજૂઆતોના અંતે આવક રોજગાર પર અસર ન પડે એટલે સાવચેતી જાળવીને કોર્ટનું કામકાજ ચાલુ રાખવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો