તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તર ગુજરાતમાં કોરોનાના 100 કેસ:મોઢેરા અને ફતેપુરાનાં કોરોનાગ્રસ્ત બે મહિલાનાં મોત, નવા 40 દર્દીઓ વધ્યા

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાટણમાં 22, બનાસકાંઠામાં 18, સાબરકાંઠામાં 15, અરવલ્લીમાં 5
 • મહેસાણામાં 11, વિસનગર-12, કડી-4, ઊંઝા-8, વિજાપુર-4, સતલાસણામાં 1 કેસ નોંધાયો : 31 દર્દી સ્વસ્થ થતાં રજા અપાઇ, 420 લોકોના સેમ્પલ લેવાયા

મહેસાણામાં કોરોનાની સારવાર દરમિયાન રવિવારે વધુ બે વૃદ્ધાઓનાં મોત થયાં હતાં. બહુચરાજીના મોઢેરાના જશોદાબેન ઠક્કર (63) અને ફતેપુરા પિલવાઇનાં અંબાબેન ચૌધરી (54) કોવિડ હોસ્પિટલમાં કોરોના સામે જંગ હારી ગયાં હતાં. જ્યારે જિલ્લામાં નવા 40 કેસનો ઉમેરો થયો છે. જેમાં મહેસાણામાં-11, વિસનગર-12, કડી-4, ઊંઝા-8, વિજાપુર-4 અને સતલાસણામાં 1 કેસ નોંધાયો છે.

80 ટકા દર્દીઓ ક્યાંથી સંક્રમિત થયા તે બાબતે માહિતી ન આપતાં આરોગ્ય વિભાગ પણ કોરોનાની ચેન તોડવામાં નિષ્ફળ રહ્યું છે. રવિવારે 420 લોકોના કોરોના સેમ્પલ લેવાયા હતા. જ્યારે 31 દર્દીઓ સ્વસ્થ થતાં રજા અપાઇ હતી. હજુ 577 દર્દી સારવાર લઇ રહ્યા છે.

મહેસાણાના વિસનગર રોડ પર રહેતા 53 વર્ષના આધેડને કોરોના પોઝિટિવ આવતાં તેમને આઇસોલેટ કરી તેમનાં 49 વર્ષીય પત્નીનું સેમ્પલ લેવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે વિજાપુરના ગવાડા ગામે 57 વર્ષના વૃદ્ધ અને તેમનાં પત્નીની તબિયત બગડતાં લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આઇસોલેટ કરાયા હતા. ઊંઝા શહેરના જીવાપરૂમાં પણ એક જ પરિવારના બે સભ્યો પોઝિટિવ આવ્યા હતા, જેમને પણ આઇસોલેશનમાં રખાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો