શિક્ષણ બોર્ડ:નવી હાઇસ્કૂલની મંજૂરી માટે અરજી કરવાની તારીખ 30મી જૂન સુધી લંબાવાઇ

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધ્યમિકમાં ધોરણ 9 અને ઉચ્ચતર માધ્યમિકમાં ધોરણ 11ની નવી નોન ગ્રાન્ટેડ શાળા શરૂ કરવા માટે તેમજ હાલ નોન ગ્રાન્ટેડમાં ચાલુ વર્ગમાં વધારો કરવા માટે 31 મે સુધી શિક્ષણ બોર્ડ દ્વારા અરજીનો સમય અપાયો હતો. જોકે, લોકડાઉનની પરિસ્થિતિમાં શાળા સંચાલકો માટે સરકારી કચેરી પાસેથી મેળવવાની થતી પ્રક્રિયા અટકી હોઇ અરજીની તારીખ લંબાવીને 30 જૂન કરાઇ છે.મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું કે, નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ચાલુ વર્ગના વધારા કે ક્રમિક વર્ગ અને સળંગ એકમ શરૂ કરવા માટે 1 એપ્રિલથી 31 મે સુધી અરજીનો સમય હતો, પરંતુ લોકડાઉનમાં પ્રક્રિયા અટકી હોય શિક્ષણ બોર્ડ દ્વારા 30 જૂન સુધી અરજી પ્રક્રિયાની તારીખ લંબાવી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...