તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:મહેસાણામાં ખોટવાયેલા સ્વીપર મશીનની મરામત કરવા માટે અમદાવાદ મોકલાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કરોડના ખર્ચે વસાવેલા મશીનના બ્રશ ઘસાઇ ગયા
  • પાલિકાએ 1 મહિનામાં 3 વખત પત્ર લખ્યા પછી એજન્સી તૈયાર થઈ

મહેસાણા શહેરના જાહેર રોડ ઉપર નગરપાલિકા દ્વારા સફાઇ કામગીરીમાં માટી,રેતી ઉલેચવા રૂ. બે કરોડના ખર્ચે ચાર રોડ સ્વિપર મશીન વસાવવામાં આવ્યા છે.જે મશીનના બ્રશ ઘસાઇ ગયા હોઇ તેમજ સર્વિસના અભાવે ખોટવાઇ જતાં રોડ ઉપરથી બરોબર સફાઇ ન થતી હોવાની વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની ફરિયાદ ઉઠી હતી.

સ્વીપર મશીન બરોબર કામ ન કરતાં હોઇ અને ફ્રી મેન્ટેનન્સ સમય પૂરો થયો હોઇ નગરપાલિકા દ્વારા આ એજન્સીને સ્વિપર મશીન મરામત કરી આપવા માટે એક મહિનામાં ત્રણ પત્ર લખ્યા અને મરામત સર્વિસ કરી નહી અપાય તો કાયદેસરના પગલા લેવા સુચવ્યુ હતું.

જેમાં છેલ્લી નોટિસના અંતે એજન્સીનો પાલિકાને ઇ મેઇલ મારફતે ઓછો સ્ટાફ હોઇ સ્વીપર મશીન રીપેરીગ માટે મોકલી આપવા જવાબ મળતાં હવે ખોટવાયેલા સ્વીપર મશીન મરામતમાં જશે.ચીફઓફીસર અલ્પેશભાઇ પટેલે કહ્યુ કે,મારૂતિ એજન્સીના માણસો બે દિવસ અહીં મશીન સર્વિસ માટે આવી ગયા.મણીયાર એજન્સીએ ઓછો સ્ટાફ હોઇ મશીન મોકલી આપવા વળતો જવાબ આપ્યો છે.વોરન્ટી પુરી થઇ હોઇ પેઇડ સર્વિસમાં સ્વીપર મશીન અમદાવાદ એજન્સીને મરામતમાં મોકલી આપીશું.

અન્ય સમાચારો પણ છે...