ઉત્તર ગુજરાતમાં ચાલુ ચોમાસામાં વર્ષ 1992 થી 2021 સુધીના 30 વર્ષની સરેરાશ પ્રમાણે સિઝનમાં 29.5 ઇંચ વરસાદની જરૂરિયાત રહેશે. જેમાં અરવલ્લીમાં સૌથી વધુ સરેરાશ 35 ઇંચ, જ્યારે પાટણમાં સૌથી ઓછા 24 ઇંચ વરસાદની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત, સાબરકાંઠા જિલ્લામાં 34 ઇંચ, મહેસાણા જિલ્લામાં 29 ઇંચ અને બનાસકાંઠા જિલ્લામાં સવા 25 ઇંચ વરસાદની જરૂરિયાત રહેશે.
બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષના ચોમાસુ સિઝન ઉપર નજર કરીએ તો 2 વખત સરેરાશ કરતાં વધુ અને 3 વખત સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો હતો. જેમાં 2017માં સરેરાશ કરતાં 35.96% વધુ અને 2019માં 24.14% વધુ વરસાદ વરસ્યો હતો. જ્યારે 2018નું ચોમાસુ છેલ્લા 5 વર્ષનું સૌથી નબળુ ચોમાસુ રહ્યું હોય તેમ 46.61% વરસાદની ઘટ વર્તાઇ હતી.
આ ઉપરાંત, 2021માં 23.08% અને 2020માં 11.02% વરસાદની ઘટ રહી હતી. ઉલ્લેખનીય છે કે, ચાલુ સાલે ઉત્તર ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા વચ્ચે ચોમાસુ સારૂ જશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.
આ 5 તાલુકામાં સૌથી વધુ સરેરાશ વરસાદ
તાલુકો | સરેરાશ વરસાદ |
ઇડર | 969 મીમી |
ભિલોડા | 917 મીમી |
ધનસુરા | 906 મીમી |
બાયડ | 878 મીમી |
મેઘરજ | 870 મીમી |
આ 5 તાલુકામાં સૌથી ઓછો સરેરાશ વરસાદ
તાલુકો | સરેરાશ વરસાદ |
સાંતલપુર | 449 મીમી |
થરાદ | 450 મીમી |
કાંકરેજ | 509 મીમી |
ભાભર | 513 મીમી |
ચાણસ્મા | 514 મીમી |
ઉત્તર ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં સરેરાશ સામે થયેલો વરસાદ
વર્ષ | સરેરાશ | વરસ્યો | ટકાવારી |
2017 | 28.5 | 38.75 | 0.3596 |
2018 | 29.5 | 15.75 | -46.61% |
2019 | 29 | 36 | 0.2414 |
2020 | 29.5 | 26.25 | -11.02% |
2021 | 29.25 | 22.5 | -23.08% |
(નોંધ : સરેરાશ વરસાદ ઇંચમાં દર્શાવ્યો છે)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.