તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રેમીયુગલ પોલીસ સ્ટેશનમાં હાજર:પરિવાર વિરુદ્ધ લગ્ન કરી 4 દિવસ પહેલાં ભાગેલું પ્રેમીયુગલ પોલીસમાં હાજર થયું

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમદાવાદ કોલેજમાં ભણતી યુવતી મહેસાણાના ફોટોગ્રાફરના પ્રેમમાં પડી
 • પોલીસે બંનેના પરિવારને બોલાવ્યા, યુવતીના પિતાએ લઇ જવા ઇન્કાર કર્યો

પ્રેમલગ્ન કરનાર મહેસાણાનો યુવક યુવતી સાથે બુધવારે એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં હાજર થઇ યુવતીના પરિવાર તરફથી જીવનું જોખમ હોવાની રજૂઆત કરી હતી. પોલીસે યુવતીના પિતાને બોલાવતાં તેમણે પુત્રીને સાથે લઇ જવાનો સાફ ઇન્કાર કરતાં આખરે યુવક- યુવતીને તેમની નિશ્ચિત જગ્યાએ મોકલી દેવાયા હતા.

શહેરના માનવ આશ્રમ રોડ પર ફોટો સ્ટુડિયો ધરાવતા નાયક યુવકને અમદાવાદ કોલેજમાં ઇવેન્ટની કામગીરી દરમિયાન પટેલ યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો. પ્રેમસંબંધની જાણ થતાં યુવતીના પરિવારે વિરોધ કરી યુવક સાથેના સંપર્કો તોડાવવા પ્રયાસ કર્યો હતો. જેને પગલે યુવતીએ 20 દિવસ પહેલાં પ્રેમી સાથે લગ્ન કરી 4 દિવસ પહેલાં તેની સાથે ભાગી ગઇ હતી.

પરિવારજનોની શોધખોળ વચ્ચે યુવક-યુવતી બુધવારે મહેસાણા એ ડિવિજન પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. જ્યાં યુવતીએ પીઆઇ સમક્ષ પરિવાર તરફથી ખતરો હોવાની અને તેઓ મારી નાખશે તેવી રજૂઆત કરી હતી. જેને પગલે પીઆઇ ગોસ્વામીએ બંનેના માતા-પિતાને બોલાવી યુવક-યુવતીની સામે બેસાડી હકિકત જણાવી હતી. આમ છતાં યુવતીના પિતાએ પુત્રીને સાથે લઇ જવાનો ઇન્કાર કરતાં આખરે પોલીસે યુવતીને યુવક સાથે મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો