તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પ્રેમલગ્ન કરનાર દંપતીનું યુવતીના ભાઇએ જ અપહરણ કરાવ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના રાધનપુર રોડ પર સ્વસ્તિક રેસીડન્સીમાં રહેતા દંપતીને ઇકોમાં ઉઠાવી છુટાછેડા માટે તૈયાર ન થતાં 5 લાખ ખંડણી માંગી
  • પોલીસની ત્રણ ટીમોએ ખેરાલુ અને સતલાસણાથી ડેરના 6 શખ્સોને પકડ્યા, અમૂઢનો યુવતીનો ભાઇ સહિત 5 ફરાર

મહેસાણાનું પ્રેમલગ્ન કરનાર દંપતી છુટાછેડા માટે તૈયાર નહીં થતાં યુવતીના ભાઇ સહિતે રવિવારે બપોરે તેમના ઘરેથી ઇકોગાડીમાં અપહરણ કરી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. જોકે, પોલીસે મોબાઇલ લોકેશન આધારે ખેરાલુ અને સતલાસણા પાસેથી બે ગાડીમાં આવેલા 11માંથી 6 અપહરણકારોને ઝડપી લઇ 11 કલાકની ભારે જહેમત બાદ દંપતીને મુક્ત કરાવ્યું હતું. આ મામલે પોલીસે યુવતીના ભાઇ સહિત સામે ગુનો નોંધ્યો છે.

રાધનપુર રોડ પરની સ્વસ્તિક રેસીડન્સીમાં રહેતા પારસ નાયીએ બે મહિના પહેલાં ઊંઝાના અમુઢ ગામની જીનલ પટેલ સાથે કોર્ટમેરેજ કર્યા હતા. આ લગ્નથી નારાજ જીનલના ભાઇ જય મહેન્દ્રભાઇ પટેલે કેટલાક શખ્સો સાથે મળી રવિવારે બપોરે ઇકો ગાડી (જીજે 01 એચ એક્સ 9294) લઇ પારસ નાયીના ઘરે જઇ તોડફોડ કરી પ્રેમલગ્ન દંપતીનું અપહરણ કર્યું હતું. જેની જાણ પારસના મોટાભાઇ પિનાકીનકુમારે મહેસાણા તાલુકા પોલીસને કરી જય પટેલ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી સર્ચ હાથ ધર્યું હતું.

એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે બનાવની ગંભીરતાને લઇ એલસીબી પીએસઆઇ એ.કે. વાઘેલા, તાલુકા પીએસઆઇ એ સ.આર.પટેલ અને ​​​એમ.એન. રાઠોડની 3 ટીમો બનાવી હતી. આ દરમિયાન અપહરણકરોએ પારસના આસામ ખાતે રહેતાં બહેન રશ્મીકાબેનને ફોન કરી રૂ.5 લાખની ખંડણી માંગી હતી. આથી પોલીસના ટેકનિકલ સેલની મદદથી અપહરણકારોનું લોકેશન ખેરાલુ નજીક હોવાનું જણાતાં પોલીસની ત્રણેય ટીમોએ ખેરાલુ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી.

આ સમયે સતલાસણા તરફથી આવતી ઇકો ગાડી (જીજે 01 એચ એક્સ 9294)ને રોકતાં તેમાંમાંથી ઉતરી 4 શખ્સો ભાગ્યા હતા. જે પૈકી 2 શખ્સોને પોલીસે દબોચી લેવાની સાથે અપહૃત દંપતીને છોડાવ્યું હતું. અપહરણમાં વધુ એક ગાડી પાછળ આવી રહી હોવાની જાણ થતાં પોલીસે નાકાબંધી કરી હતી. આથી પોલીસને જોઇ ઇકો ગાડી (જીજે 01 આરવી 9087)ના ચાલકે યુટર્ન મારી સતલાસણા તરફ ભાગતાં પોલીસે પીછો કરતાં 6 શખ્સો ગાડી મૂકીને ભાગ્યા હતા. જેમાં પોલીસે 4 શખ્સોને દબોચી લીધા હતા. આ મામલે પોલીસે 11માંથી 6 શખ્સોને ઝડપી પાડવાની સાથે મુખ્ય સૂત્રધાર જય પટેલ સહિત 5 શખ્સોની શોધખોળ હાથ ધરી છે. ઝડપાયેલા 6માં એક સગીર વયનો છે.

પ્રેમલગ્ન તોડાવવા અપહરણ કરાયું : પોલીસ
જીનલબેને પˆરવારની સંમતી વિના પારસ સાથે પ્રેમલગ્ન કરેલા હોઇ પ્રેમલગ્ન તોડાવવા જિનલના પરિવારના સભ્યોએ આરોપીઓ સાથે ભેગા મળીŽ કાવતરું રચી પ્રથમ છુટાછેડાના પેપરો ઉપર સહીŽ કરાવવા દબાણ કરતાં દંપતી સહમત ન થતાં પકડાયેલા આરોપીઓએ આર્થિ લાભ માટે રૂ. 5 લાખની ખંડણી માગણી હોવાનું તાલુકા પીઆઇ એસ. આર.વાઘેલાએ જણાવ્યું હતું.

પોલીસે રૂ.4.44 લાખનો મુદ્દામાલ કબજે લીધો
પોલીસે અપહરણકારો પાસેથી રૂ.14550 રોકડ, રૂ.4 લાખની બે ગાડી, રૂ.30 હજારના 6મોબાઇલ મળી કુલ રૂ.4,44,550નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પાટણના ડેર ગામના આ 6 શખ્સો ઝડપાયા

  • રણજીતજી સાલુજી ઠાકોર (26) (રહે. ડેર, ખડચીપાટી, તા.પાટણ)​​​​​​​
  • નિકુલજી રમેશજી ઠાકોર (25) (રહે. ડેર, ખડચીપાટી, તા.પાટણ)​​​​​​​
  • જશવંતજી શાન્તુજી ઠાકોર (25) (રહે. ડેર, સેમણીપાટી, તા.પાટણ)​​​​​​​
  • સિદ્ધરાજજી સરતાનજી ઠાકોર (22) (રહે.ડેર, વચલીપાટી, તા.પાટણ)​​​​​​​
  • કરણજી અરવિંદજી રાજપુત (20) (રહે.ડેર, તા.પાટણ)
  • એક બાળ કિશોર
અન્ય સમાચારો પણ છે...