તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળાં:પાલિકા હવે દુકાનો સીલ અને દંડ કરવા નીકળી

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીએ કોરોના ગાઇડલાઇનના કડક પાલન માટે તંત્રને સૂચના આપી
 • 7 દિવસમાં મહેસાણા શહેરમાં 100 કેસ
 • નગરપાલિકાની 3 ટીમો દુકાનો પર ભીડ જોવા મળશે તો દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરશે
 • જિલ્લામાં સતત ત્રીજા દિવસે 65થી વધુ 75 કેસ નોંધાયા, બાલિયાસણના કોરોના સંક્રમિત 83 વર્ષીય વૃદ્ધનું મોત, 36 દર્દી સાજા થયા

મહેસાણા શહેરમાં છેલ્લા 7 દિવસમાં કોરોનાના 100 કેસ સામે આવતાં નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. શનિવારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની બેઠકમાં શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા રણનીતિ ઘડાઇ હતી. જેમાં પ્રથમ નાગરિકો અને વેપારીઓને કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવાની સૂચના આપવી, તેમ છતાં ગાઇડ લાઇનનું પાલન નહીં કરનારની દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવા આદેશ કરાયા છે. આ માટે પાલિકાએ સર્વેલન્સની 3 ટીમો પણ બનાવી છે. દરમિયાન, પ્રભારી સચિવ ધનંજય દ્વિવેદીએ પણ જિલ્લામાં કોરોનાની વકરતી જતી પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લાના અધિકારીઓ તેમજ તબીબો સાથે સંવાદ સાથે સમીક્ષા બેઠક યોજી કોરોના ગાઇડલાઇનના કડક પાલન માટે સૂચના આપી હતી.

મહેસાણા શહેરમાં વધતાં સંક્રમણની સ્થિતિને લઇ શનિવારે નગરપાલિકામાં પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઈ પટેલ અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલે બેઠક યોજી હતી. કોરોનાના વધતાં જતાં સંક્રમણને કઇ રીતે કાબુમાં લાવવું તેની ચર્ચા બાદ ત્રણેક નિર્ણયો લેવાયા હતા. જેમાં પ્રથમ શહેરીજનો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે માટે વાહન મારફતે લોકોને સૂચના આપવી. આ સાથે જ ઘરે ઘરે કચરા કલેકશન માટે ફરતા પાલિકાના 20 ટ્રીપર મારફતે પણ આ સૂચના આપવા સફાઇ કામદારોને આદેશ કર્યો છે. તેમજ દુકાનો પર નજર રાખવા 3 સર્વેલન્સ ટીમો બનાવી છે. આ ટીમો જ્યાં પણ નિયમોનું ઉલ્લંઘન થતું જણાય તેને પ્રથમ વખત સૂચના આપશે, તેમ છતાં પણ લાપરવાહી જણાશે તો તેવા વેપારીઓને દંડ તેમજ જે-તે યુનિટને સીલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરાશે. દરમિયાન, શનિવારે સર્વેલન્સ ટીમોએ શહેરમાં ફરી વેપારીઓને સાવચેતી રાખવા સૂચના આપી હતી.

આ રીતે તો કોરોના સાથે લઇને જશો, રસી લેવા આવ્યા છો તો સામાજિક અંતર તો જાળવો

લાખવડી ભાગોળના અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટ માટે ભીડ, 3 કલાકે નંબર આવ્યા | મહેસાણા શહેરમાં છેલ્લા બે દિવસમાં કોરોના સંક્રમણનો રાફડો ફાટ્યો છે. સંક્રમણના વધતાં આંકડા સાથે શહેરીજનોમાં ડર પણ વધી રહ્યો છે. જેના કારણે શનિવારે સવારે લાખવડી ભાગોળ વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટર પર કોરોના ટેસ્ટિંગ માટે લોકોની ભીડ જામી હતી. સ્થિતિ એવી બની હતી કે, 3 કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ ટેસ્ટ માટે નંબર આવતો હતો. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, નાગલપુર વિસ્તારના હેલ્થ સેન્ટરના કર્મચારી કોરોના સંક્રમિત થતાં સેન્ટર શનિવારે બંધ રહ્યું હતું. }ભાસ્કર

મહેસાણામાં 36, વિસનગરમાં 15,કડી અને વિજાપુરમાં 7-7, વડનગરમાં 4 કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ 6 વર્ષના બાળકથી માંડી 80 વર્ષના વૃદ્ધ સાથે કુલ 75 કેસ નોંધાયા હતા. જ્યારે મહેસાણા તાલુકાના બાલિયાસણ ગામના 83 વર્ષીય વૃદ્ધ ત્રણેક દિવસ પહેલાં કોરોના સંક્રમિત થતાં તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. તેમને હાઇ ડાયાબિટીસ પણ હોવાથી શનિવારે મોત થયું હતું. 36 દર્દીને રજા અપાઇ હતી. એક્ટીવ કેસની સંખ્યા 461એ પહોંચી હતી.

મહેસાણા શહેરમાં 24 અને તાલુકામાં 12 કેસ, વિસનગર શહેરમાં 12 અને તાલુકામાં 3 કેસ, કડી શહેરમાં 3 અને તાલુકામાં 4 કેસ, ઊંઝા શહેરમાં 1 અને તાલુકામાં 2 કેસ, ખેરાલુ શહેરમાં 1 અને તાલુકામાં 1 કેસ, વિજાપુર શહેરમાં 2 અને તાલુકામાં 5 કેસ, વડનગર શહેરમાં 3 અને તાલુકામાં 1 કેસ તેમજ બહુચરાજીમાં 1 કેસ નોંધાયો હતો. શનિવારે વધુ 944 સેમ્પલ લેવાયં હતાં.

જિલ્લામાં 80 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર
મહેસાણા જિલ્લામાં એક સપ્તાહ અગાઉ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 58 હતી. સંક્રમણ વધતાં શનિવારે જિલ્લામાં કુલ 80 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા હતા.

શહેરના 29 વિસ્તારો લપેટમાં

​​​​​​​

મોઢેરા રોડ14
વિસનગર રોડ14
સોમનાથ રોડ11
રાધનપુર રોડ10
ટીબી રોડ7
અર્બન બેંક રોડ5
દૂધસાગર ડેરી રોડ 04
નાગલપુર રોડ4
રામોસણા રોડ3
હાઇવે,કસ્બા3
ધરમ રોડ3
એરોડ્રામ રોડ2
ઉચરપી રોડ2
એરોડ્રામ રોડ2
ઉચરપી રોડ2
રાજકમલ રોડ2

​​​​​​​

મહેસાણા શહેરનું કોરોનામીટર

​​​​​​​

28 માર્ચ4
29 માર્ચ15
30 માર્ચ10
31 માર્ચ1
1 એપ્રિલ29
2 એપ્રિલ17
3 એપ્રિલ24
કુલ100

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો