તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને હેરાનગતિ:વરસાદી લાઈન નાખવા હિરાનગર-સોમનાથ રોડ તોડી નવો બનાવવાનું પાલિકા ભૂલી જ ગઇ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એજન્સીને વર્કઓર્ડર આપ્યાના 7 મહિના પછી પણ કામ શરૂ નહીં થતાં લોકોને હેરાનગતિ
  • આ રોડ નવો બને તેની સાથે ડાયવર્ઝનમાં હીરાનગરનો રોડ એકસાથે બનાવવાનું આયોજન : પાલિકા

મહેસાણા શહેરમાં બિલાડી બાગ, સોમનાથ ચોકથી હીરાનગર તરફ જતા રસ્તામાં એક સાઈડે ખોદાણ કરી વરસાદી પાણી નિકાલની લાઇન નખાયાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે. તત્કાલીન પ્રમુખે રોડ મંજૂર કર્યાને પણ સાત મહિના થઇ ગયા, પરંતુ હજુ રોડ નવો બનાવાયો નથી. અડધો ભાગ ટનાટન હાલતમાં અને અડધો ભાગ ઉબડ ખાબડ હોઇ લોકોને ઠોકરો ખાવી પડે છે.

સોમનાથ રોડ પર રિદ્ધિ-સિદ્ધિ એપાર્ટમેન્ટ, ભીમનાથ ફ્લેટ સામે બાપુનગર, સર્વોદય નગર, શિવશક્તિ વગેરે સોસાયટી આવેલી છે. અહીં દર વર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોઇ પાલિકાએ દોઢ વર્ષ પહેલાં રસ્તાના એક ભાગમાં વરસાદી પાણીના નિકાલની લાઇન નાખી હતી. બાદમાં ચોમાસુ આવતાં માટીપુરાણ કરી દેવાયું હતું અને તત્કાલીન પ્રમુખે અહીં રોડ મંજૂર કર્યો હતો, એજન્સીને વર્કઓર્ડર પણ આપ્યો હતો. પરંતુ ચૂંટણી આવી જતાં પાલિકામાં સત્તા બદલાઇ ગઇ છે. જોકે, એજન્સી નિમાયાના 7 મહિના પછી પણ કામ અધૂરું છે.

પાલિકાની બાંધકામ શાખાના સૂત્રોએ કહ્યું કે, હેડ ક્વાર્ટરથી હિરાનગર તરફનો શોર્ટકટ રસ્તો બનાવવાનું કામ રેલ્વે હદ આવતી હોઇ શરૂ કર્યા પછી રેલવે તંત્રએ બંધ કરાવેલું છે. આ રોડ નવો બને તેની સાથે ડાયવર્ઝનમાં હીરાનગરનો રોડ એકસાથે બનાવવાનું આયોજન હોઇ કામ બાકી રહ્યું છે.

9 મહિનામાં આ કામ પૂરું કરવાનું હતું : પૂર્વ પ્રમુખ
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વિસ્તારના રહીશ નવીનભાઇ પરમારે કહ્યું કે, ગત નવેમ્બરમાં સોમનાથ રોડ બનાવવા માટેનું કામ એજન્સીને સોંપાયું હતું. નવેક મહિનામાં આ કામ પૂરું કરવાનો વર્કઓર્ડર આપેલો છે. હજુ સુધી કામ શરૂ કેમ થયું નથી એ ખબર નથી. રોડ બાબતે લોકો પૂછે છે.

અન્ય સમાચારો પણ છે...