મહેસાણા જિલ્લાની જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા અને 14 વર્ષની સજા પૂરી કરેલ પાકા કામના કેદીને વહેલી જેલ મુક્તિ આપવાની જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કરાયેલી સમીક્ષા બાદ દરખાસ્તને ના મંજૂર કરવામાં આવી હતી.
જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓ કે જેમની 14 વર્ષની સજા પૂર્ણ થતી હોય અને તેમની જેલની સારી વર્તણૂંક સહિતની બાબતોને લઈ વહેલી જેલ મુક્તિ આપવા માટે આવા કેસોની જેલની એડવાઈઝરી કમિટી સમક્ષ સમીક્ષા થતી હોય છે.
ત્યારબાદ જે તે કેદીને જેલમાંથી વહેલી મુક્તિ આપવાનો નિર્ણય આ કમિટી દ્વારા કરવામાં આવતો હોય છે. મહત્વની આ કમિટીમાં જિલ્લાના એસપી અને ડિસ્ટ્રીક જજ તેમજ સમાજ સુરક્ષા અધિકારી અને આ સિવાય પાંચ બિન સરકારી સભ્યોની બનેલી હોય છે.
જેના અધ્યક્ષ જિલ્લા કલેક્ટર હોય છે. બેઠકમાં ખેરાલુ તાલુકાના અને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા પાકા કામના એક કેદી નો કેસ મૂકવામાં આવ્યો હતો. જેને સમીક્ષા બાદ કમિટીના ત્રણેય કલેક્ટર સહિતના અધિકારીઓએ તેમને વહેલી જેલ મુક્તિ આપી યોગ્ય ન લાગતા આ કેસને નામંજૂર કર્યો હતો.
કાચા કામના કેદીઓના કેસોનું નિકાલ કરવા સમીક્ષા
જિલ્લાની જેલમાં રહેલા કાચા કામના 232 જેટલા કેદીઓ ના કેસોનો ઝડપી નિકાલ કરવા માટે પણ જિલ્લા કલેકટર નાગરાજન દ્વારા કોર કમિટીમાં તાકીદ કરાઈ હતી સાથે જેલ મુલાકાતી બોર્ડ ની યોજાયેલી બેઠકમાં જેલ વહીવટ સંચાલનના પ્રશ્નો અને તેના ઉકેલ લાવવા માટે સાથે જેલમાં રહેલા કેદીઓ બીમાર થતાં અમદાવાદ રીફર કરતા સમયે મોટો ખર્ચો થતો હોવાથી તેમને પણ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા માટે તેમજ કેદીઓના ઉચ્ચ શિક્ષણ માટે સમૃદ્ધ લાઇબ્રેરી અને પુસ્તકો અને રમતગમતના સાધનો વસાવવા માટે પ્રતિષ્ઠિત કંપનીઓના સીએસઆર ફંડ માંથી ફંડ ની જોગવાઈ કરવા માટેની ચર્ચા કરાઇ હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.