ઠંડી:મહેસાણામાં 10 ડિગ્રી સાથે સિઝનનો સૌથી ઠંડો દિવસ, પાટણમાં ઠુંઠવાઇ જતાં 1નું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઠંડી 2 ડિગ્રી વધતાં ડીસા, ઇડર અને પાટણમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન
  • ​​​​​​​હજુ ત્રણેક દિવસ આટલી ઠંડી રહેશે, ત્યાર બાદ 2 થી 3 ડિગ્રી ​​​​​​​ઘટશે

ઉત્તર ગુજરાતમાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડીનો દબદબો યથાવત રહ્યો હતો. શનિવારે લઘુત્તમ તાપમાનમાં વધુ 2 ડિગ્રીના ઘટાડો નોંધાયો હતો. 8.8 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું બીજુ અને 2.5 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સાૈથી ઠંડુ શહેર રહ્યું હતું. દિવસનું તાપમાન પણ 25 ડિગ્રીથી નીચે રહ્યું હતું. જેના કારણે દિવસભર વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. શનિવારનો દિવસ સિઝનનો સાૈથી ઠંડો દિવસ રહ્યો હતો. પાટણ શહેરમાં હીમ જેવી ઠંડીમાં ઠુંઠવાઇ જવાથી એક આધેડનું મોત થયું હતું. માઉન્ટ આબુમાં માઇનસ 3 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ, 21 ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. એટલે કે, ઠંડીની આ સ્થિતિ 3 દિવસ સુધી યથાવત રહેશે. ત્યાર બાદ ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે.

શનિવારે વહેલી સવારે પાટણ શહેરના ચતુર્ભુજ બાગમાં ઠંડીમાં ઠુંઠવાઈને મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેમના ખિસ્સામાંથી સારવાર લીધેલા બે હોસ્પિટલોના કેસ મળી આવ્યા હતા. જેમાં તેનું નામ રામસિંહ નવલસિંહ ઠાકોર રહે. પાટણ ઉંમર વર્ષ 55 હોવાની માહિતી મળી હતી. પરંતુ પાટણ શહેરમાં સરનામુ અને સગા વ્હાલાની કોઈ વિગતો પ્રાપ્ત ન થતાં તેની ઓળખ થઈ શકી ન હતી. એ ડિવિઝન પોલીસે મૃતદેહ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી બાદમાં મૃતદેહ કોલ્ડરૂમમાં રાખી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

5 શહેરોનું તાપમાન
મહેસાણા 10.0 (-0.5) ડિગ્રી
પાટણ 09.1 (-1.1) ડિગ્રી
ડીસા 08.8 (-2.0) ડિગ્રી
ઇડર 09.0 (-1.5) ડિગ્રી
મોડાસા 11.0 (-0.4) ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...