ઠંડીનો ચમકારો:ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું,ડીસાનું તાપમાન 15.7 ડિગ્રીએ પહોંચ્યું

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 5 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે આવતાં ઠંડીનો ચમકારો

ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ અને રાતના તાપમાન નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. ગરમીમાં ઘટાડો અને ઠંડીમાં થયેલા વધારાના કારણે ઠંડી દિવસ દરમિયાન વાતાવરણમાં ઠંડક રહી હતી. લઘુત્તમ તાપમાનમાં સામાન્યથી પોણા ડિગ્રી સુધીના ઘટાડાના કારણે મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 15.7 થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો.

જ્યારે મહત્તમ તાપમાનમાં દોઢ થી અઢી ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 31.5 થી 33.2 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. દિવસ અને રાતના તાપમાનમાં આવેલા ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હોય તેમ દિવસભર વાતાવરણમાં ઠંડક બની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણેક દિવસ દિવસ અને રાતના તાપમાનમાં આંશિક ઘટાડો થઇ શકે છે

ઠંડીની સ્થિતિ
શહેર ઠંડી
મહેસાણા 16.0(-0.1)
પાટણ 15.9(-0.7)
ડીસા 15.7(-0.9)
ઇડર 15.8(-0.2)
મોડાસા 16.0(-0.2)

અન્ય સમાચારો પણ છે...