તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રિ કફર્યૂ:મોડી રાત સુધી ધમધમતું મહેસાણા શહેર આજે 8 વાગતા જ થંભી ગયું, શહેરમાં કફર્યૂનો કડક અમલ

મહેસાણા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મોટાભાગના બજારો સુમસામ નજરે પડ્યા
 • મહેસાણા બહાર મોટા શહેરોમાં જતી બસો બંધ

સમગ્ર ગુજરાતમાં આજથી રાત્રી કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે ત્યારે 20 શહેરો માં આજ રાત થી રાત્રી કરફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં મહેસાણા નો પણ સમાવેશ થાય છે ત્યારે આજ થી રાત્રે ધમધમતું મહેસાણા સહેર સાંજ થી જ થંભી ગયુ હતુ.

મહેસાણા માં રાત્રી 8 વાગ્યા પહેલા જ મોટા ભાગના બજારો બંધ થઈ ગયા હતા જેમાં મોઢેરા ચોકડી, હબ ટાઉન, તોરણવાડી ચોક, ફુવારા સહિત મોટા વિસ્તારો જ્યાં રાત્રે પણ ભીડ હોતી ત્યાં આજ થી રસ્તાઓ એક દમ સુમસામ નજરે પડ્યા હતા.

તોરણ વાળી ચોક જ્યાં મોડા સુધી લોકો ની અવર જવર રહેતી હોય છે લોકો સાંજે અહીંયા મોટી સંખ્યા માં જોવા મળતા હોય છે પરંતુ આજે કરફ્યૂ ના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા હતા

રાત્રિના સમયે ઉપડતી બસો બંધરાત્રી કરફ્યૂ લાગવાથી મહેસાણા ડેપો થી જતી અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરો માં જતી બસો રોકી દેવામાં આવી છે જેના કારણે મુસાફરો પણ રાજળી પડ્યા હતા અને આજે બસ સ્ટેશન પણ સુમસામ નજરે પડ્યા હતા તેમજ બહાર થી આવતા મુસાફરો આજે ડેપો માં સુવાનો વારો આવ્યો હતો

હારીજથી આવેલી મહિલા રઝળી પડી હારીજ થી આવેલી મહિલા ગાંધીનગર જવા નીકળી હતી જેથી મહેસાણા આવતા બસ ના મળતા મહિલા અને તેની સાથે આવેલી 1 વર્ષ ની બાળકી રઝળી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો