કેન્દ્ર સરકારે સ્વચ્છતા સર્વેક્ષણની જેમ હવે અ વર્ગની નગરપાલિકાના શહેરોમાં પીવાના પાણી (પેયજળ)નું સર્વેક્ષણ શરૂ કર્યું છે. તાજેતરમાં મહેસાણા શહેરમાં કેન્દ્રીય ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી અંગે 1000 લોકોના રિવ્યુ સાથે પીવાના પાણીની વ્યવસ્થા અંગેની ચકાસણી કરાઇ હતી.
મહેસાણા ખાતે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, સમ્પ, ટાંકીઓ, નળજોડાણ, પમ્પિંગ સ્ટેશનો વગેરેની આંકડાકીય માહિતી તેમજ સ્થળ મુલાકાત કેન્દ્રની ટેકનિકલ ટીમે લીધી હતી. તળાવના પાણીની ચકાસણી, એસટીપી પ્લાન્ટ કયા તબક્કે છે તેની સ્થળ ચકાસણી પણ કરી હતી. ગટર જોડાણ અને વ્યવસ્થા પણ સર્વેક્ષણમાં આવરી લેવાયું છે. સોસાયટીઓ તેમજ વોર્ડ વિસ્તારમાં કેવું અને કેટલું પીવાનું પાણી મળી રહ્યું છે તે અંગે 5 સભ્યોની ટીમે અલગ અલગ વિસ્તારમાંથી 1000 લોકોનાં રિવ્યુ લીધાં હતાં. જે મૂલ્યાંકન આધારે સર્વેક્ષણ રેન્કિંગ જાહેર કરાશે.
શહેરમાં 9184 ફ્લેટ વચ્ચે માત્ર 2782 નળજોડાણ
મહેસાણા શહેરમાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીના 48,869 મકાનોમાં નળ જોડાણ અપાયેલાં છે. ઉપરાંત, ફ્લેટોમાં 2782 નળજોડાણ છે. એટલે શહેરમાં કુલ 51,651 નળજોડાણ છે. શહેરમાં 55,271 પરિવાર નગરપાલિકાના નળથી પીવાનું પાણી મેળવી રહ્યા છે. જેમાં ફ્લેટોમાં કુલ 9184 મકાન વચ્ચે 2782 નળ જોડાણનો સમાવેશ થાય છે. એટલે કે, 2782 નળથી ફ્લેટોના 9184 પરિવારો પીવાનું પાણી મેળવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.