મહેસાણા ટીબી રોડ પર બી ડિવિઝન પોલીસ મથક માટે ફાળવેલી જગ્યા પર બે વર્ષથી બાંધકામ ન કરાતાં નગરસેવક જનક બ્રહ્મભટ્ટે જગ્યાની જરૂર ન હોય તો લેખિત જાણ કરવા જિલ્લા પોલીસવડાને પત્ર લખ્યો હતો. પોલીસ દ્વારા બજેટની ફાળવણી બાદ પોલીસ સ્ટેશનના મકાનનું બાંધકામ શરૂ કરાશે તેવો વળતો જવાબ કરાયો છે.
બે વર્ષ પૂર્વે ટીબી રોડ પર ટીપી પ્લોટમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું નવું મકાન બાંધવા માટે પાલિકાએ ઠરાવ કરી જગ્યા ફાળવી હતી. પરંતુ બે વર્ષ થવા છતાં આ જગ્યા પર મકાનનું બાંધકામ શરૂ નહીં કરાતાં પાલિકાના સભ્ય જનકભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા કેટલાક સમય પૂર્વે આ જગ્યાની જરૂર ન હોય તો લેખિતમાં જાણ કરવા માટે જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. જેના અનુસંધાનમાં તાજેતરમાં જિલ્લા પોલીસવડાની કચેરી દ્વારા સભ્ય જનક બ્રહ્મભટ્ટને વળતો જવાબ કરાયો છે. જેમાં નગરપાલિકા દ્વારા ફાળવાયેલી જમીનમાં 2022-23ના વર્ષ દરમિયાન મકાનના બાંધકામની ગાંધીનગર કચેરી ખાતે દરખાસ્ત કરાઇ છે અને આગામી નાણાકીય વર્ષમાં બજેટની ફાળવણી થયા બાદ ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા મકાનના બાંધકામની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.