કાર્યવાહી:સાળાએ ચોરેલું બાઇક લઇને ઘૂમતો બનેવી ઝડપાઇ ગયો

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પોલીસે રામપુરા રોડ પરથી પકડ્યો
  • ઊંઝાના ભુણાવ અને બાપુનગરના શખ્સ સામે ગુનો

અમદાવાદના ગોમતીપુરમાંંથી ચોરી કરેલા બાઈક સાથે ઊંઝાના ભુણાવના શખ્સને એલસીબીએ રામપુરા રોડ પરથી ઝડપી લીધો હતો. આ બાઇક તેના સાળાએ ચોર્યું હોવાની કબૂલાત કરતાં પોલીસે બાપુનગરના શખ્સને વોન્ટેડ જાહેર કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

એલસીબી સ્ટાફ મહેસાણા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, તે સમયે નરેન્દ્રસિંહ અને રશ્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે રામપુરા રોડ પરથી બાઇક (જીજે 01 એમ એફ 2794) સાથે ઊંઝાના ભુણાવ ગામના ચિરાગજી મહેશજી ઠાકોરને ઝડપી લીધો હતો. બાઈકના આધાર પુરાવા નહીં આપી શકતાં કરેલી પૂછપરછમાં આ બાઈક તેના સાળા વિજયજી અશોકજી ઠાકોર (રહે. હરદાસનગરની ચાલી, જનરલ હોસ્પિટલની બાજુમાં, બાપુનગર)એ ગોમતીપુરની પ્રેરણા સોસાયટીમાંથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરતાં તેની ધરપકડ કરી રૂ.15 હજારનું બાઈક કબજે લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...