તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લગ્નના માત્ર એક વર્ષમાં ગાડી અને મકાન માટે દહેજ માંગી સાસરિયાંએ ઘરમાંથી કાઢી મુકતા યુવતી સપ્તાહ પિયરમાં રોકાઇને સાસરીમા પરત ફરતાં પતિ ઘરમાંથી ગાયબ થઇ ગયો હતો. બે દિવસ સુધી પતિ ઘરે ન આવતાં આખરે કંટાળેલી યુવતીએ મહેસાણા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી.અમદાવાદની અવની ઉર્ફે સ્વીટી દશરથભાઇનાં લગ્ન મહેસાણાના હિરેન પુનમચંદ્ર બેન્કર સાથે થયા હતા. યુવતીની ફરિયાદ મુજબ, પતિ અને સાસરિયાં ગાડી અને ઘર ખરીદવા દહેજની માંગણી કરતા હતા.
એક મહિના પહેલાં મહિલાને ઘરમાંથી કાઢી મૂકતાં પિયર ગયેલી યુવતીએ પતિ અને સાસરિયાંનો મોબાઇલ પર સંપર્ક કરવા પ્રયાસ કર્યો ત્યારે તેમને તેણીને બ્લોકમાં મુકી દીધી હતી. લગ્ન જીવન બચાવવા યુવતી સપ્તાહ બાદ સાસરીમાં પરત ફરી હતી.બે દિવસના રોકાણ દરમિયાન પતિ ઘરે ન આવતાં તેણી કંટાળી પિયર ચાલી ગઇ હતી. અવનીએ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ હિરેન પુનમચંદ બેન્કર, મુકુંદબેન પુનમચંદ બેન્કર, રાહુલ પુનમચંદ બેન્કર, રોનક પુનમચંદ બેન્કર, શિલ્પાબેન રાહુલભાઇ બેન્કર, અમીતાબેન રોનકકુમાર બેન્કર સામે ગુનો નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.