તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પત્ની સાથે સંબંધ રાખવાની ના પાડતાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
અસ્લમ પઠાણ - Divya Bhaskar
અસ્લમ પઠાણ
  • વડનગરનો શખ્સ ગામની જ પરિણીતાને 2 સંતાનો સાથે ભગાડી ગયો હતો
  • વાવથી શાકભાજી લેવાના બહાને ધરોઇ પાસે ભાંખરામાં લઇ ગયો'તો
  • પ્રેમીએ મૃતકના પુત્રને ખોટું બોલવા કહેતાં ભાંડો ફૂટ્યો, ધરપકડ કરાઇ

વડનગરની પરિણીતાને બે સંતાનો સાથે ભગાડી ગયેલા પ્રેમીએ જ પાંચ દિવસ પહેલાં પરિણીતાની હત્યા કરી હોવાનું ખૂલ્યું છે. હત્યાને આત્મ હત્યામાં ખપાવવા પ્રેમીએ મૃત મહિલાના સંતાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંતાનોએ પ્રેમીનો ભાંડો ફોડતાં સતલાસણા પોલીસે પ્રેમીની ધરપકડ કરી તેની વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.

વડનગરના અમતોલ દરવાજા પાસેની જુમ્મા મસ્જિદ પાછળ રહેતા અસ્લમખાન દોલતખાન પઠાણને આરીફા સમશેરખાન પઠાણ સાથે પ્રેમસંબંધ હતો. પાંચેક મહિના પહેલાં અસ્લમ આરીફા અને તેની પુત્રી સમીરાબાનુ અને પુત્ર માહિરને ભગાડી સતલાસણા ના વાવ ગામે જોગણી માતાના મંદિર સામે ભાડાના મકાનમાં રહેતો હતો. ગત 7 મેના રોજ બપોરે 2 વાગે અસ્લમ અને આરીફા શાકભાજી લેવા ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં પુત્રી સમીરાબાનુએ અસ્લમને ફોન કરતાં તેણે તારી મમ્મી ધરોઇ રોડ પાસે ભાંખરામાં ટૂંપો ખાઇને મરી ગઇ છે તેમ કહ્યું હતું. મૃતકની વડનગર સિવિલમાં પીએમ બાદ અંતિમ વિધિ કરાઇ હતી.

બીજી બાજુ, અસ્લમે હત્યાને આત્મહત્યામાં ખપાવવા મૃતકના પુત્ર માહિરને કહ્યું હતું કે, તને કોઇ પૂછે તો કહેજે કે, અમે ચારેય જણા ધરોઇ ફરવા ગયા હતા. રસ્તામાં મમ્મી લઘુશંકા જવાનું કહીને ગયેલી અને આવવામાં સમય લાગતાં શોધખોળ કરતાં તે ઝાડ સાથે ગળે ટૂંપો ખાધેલી હાલતમાં મળી આવી હતી. આ વાતની જાણ માહિરે તેની બહેન સમીરાબાનુને કરતાં બંને ભાઇ-બહેને સતલાસણા પોલીસને વાકેફ કરતાં પોલીસે અસ્લમ પઠાણને દબોચી લીધો હતો.

અસ્લમ પત્ની સાથે સંબંધ ચાલુ રાખવા માગતો હતો
હત્યા કરનાર અસ્લમની ધરપકડ બાદ પૂછપરછમાં પોતે પરિણીત હતો અને તેની પત્ની બે બાળકો સાથે વડનગર રહેતી હતી, પ્રેમિકા સાથે ભાગ્યા બાદ પણ અસ્લમ તેની પત્ની સાથે સંબંધ રાખવા માગતો હતો, જે મૃતક આરીફાને મંજૂર ન હોઇ તેણે આરીફાની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. - આર.એસ. દેવરે, પીએસઆઇ સતલાસણા

અન્ય સમાચારો પણ છે...