લાશ મળી:કડીના આદુદરા ગામની કેનાલમાં પડેલા યુવકની લાશ ત્રણ દિવસ બાદ મળી

મહેસાણા5 મહિનો પહેલા
  • લાશ જોતાંની સાથેજ માતા-પિતા અને પત્નીનું ભારે આક્રંદ

કડીના આદુદરા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં શુક્રવારે સવારે આંબલીયાસણના યુવકે અગમ્ય કારણો સર કેનાલમાં ઝપલાવી મોત વ્હાલું કર્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. આ યુવકની લાશ આખરે ત્રણ દિવસ બાદ મળી આવતા પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.

ગઈકાલે સાંજે મહેસાણા પાલિકાના ફાયર શાખાના કર્મચારીઓને ભારે જહેમત બાદ કડીના આદુદરા કેનાલમાં પડેલા યુકની લાશ જોટાણા તાલુકાના ધાધલપુર ગામની સીમમાંથી પસાર થતી જર્મદા કેનાલમાંથી મળી આવી હતી, જોકે, સમગ મામલે યુવકની લાશ બહાર નિકાળતાની સાથેજ હજાર પરિવારના સભ્યોએ ભારે આક્રંદ કર્યું હતું.

મૃતકના મતા પિતા અને પત્ની લાશ જોઈ ત્યાંજ હોસ ખોઈ બેઠા હતા. પરિવારજનોના આક્રંદના કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બન્યું હતું. જોકે, યુવકના મોતના કારણે બે માસુમ બાળકોએ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી છે.

અન્ય સમાચારો પણ છે...