તપાસ:મહેસાણાના ઉચરપી રોડ ઉપર ગુડલક એપાર્ટમેન્ટમાંથી યુવકની લાશ મળી

મહેસાણા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જુડાલમાં નર્સિગ કોલેજના ગૃહમાતાનો પુત્ર એકલો રહેતો હતો
  • 34 વર્ષિય યુવાનના મોત અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

મહેસાણા શહેરના ઉચરપી રોડ ઉપર ગુડલક એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી 34 વર્ષિય યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી હતી.એ ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. મૃતક યુવક ગાંધીનગર જિલ્લાના જુંડાલની નર્સીંગ કોલેજના ગૃહમાતાનો પુત્ર હોવાનું તપાસમાં જાણવા મળ્યુ હતુ. ગુડલક એપાર્ટમેન્ટના ડી-104 નંબરના ફ્લેટમાંથી બુધવારે મરણ ગયેલ હાલતમાં યુવકની લાશ મળી હતી. એ ડીવીઝન પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો મેળવી પીએમ કરાવીને મૃતદેહ તેની માતાને સોંપ્યો હતો. મૃતદેહ પાસેથી વિદેશી દારૂની એક ખાલી બોટલ અને બે અડધી બોટલ મળી આવી હતી.

જ્યારે બાજુમાંથી વીક્સની ડબ્બી, સીગારેટના ઠૂંઠા પણ મળી આવ્યા હતા. યુવકનું મોત 21 નવેમ્બરથી 24 નવેમ્બર દરમિયાન કોઈપણ સમયે મરણ ગયેલ હોવાથી ચહેરો વિકૃત હાલતમાં અને મૃતદેહ ફુલાઈ ગયો હતો. મૃતક યુવકની માતા મીનાબેન અરવિંદભાઈ ગજ્જર ગાંધીનગરના જુંડાલની નર્સીંગ કોલેજમાં ગૃહમાતા તરીકે નોકરી કરતા હોવાનું અને યુવકનું નામ નિરવ હોવાનું જાણવા મળ્યુ હતુ. નિરવના મોત બાબતે કોઈ શંકા કે વહેમ નહી હોવાનું જણાવીને તેની માતાએ છેલ્લે રવિવારના રોજ સાંજે છેલ્લી વખત વાત કરી હોવાનું, તેના લગ્ન રામોસણામાં થયા હોવાનું તેમજ પોતે એકલો રહેતો હોવાનું અકસ્માતે મોતના ગુના અંગેની નોંધમાં જણાવ્યુ હતુ.

સૂઇગામમાં બસમાં સૂતેલા વિજાપુરના કંડક્ટરનું મોત
સૂઇગામ બસ સ્ટેન્ડે બસમાં રાત્રે સુતેલા કંડકટરનું મોત નિપજ્યું હતુ. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.સૂઇગામ બસ સ્ટેન્ડે બુધવારે રાત્રે એસ.ટી. બસ નં. જીજે. 18. ઝેડ. 5182માં સૂતેલા કંડક્ટર મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સરદારપુરાના નરેશભાઇ નાથાભાઇ પટેલનું રાત્રે મોત નિપજ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...