પ્રેમ સંબધમાં પતિની હત્યા!:વડનગરના સિપોર ગામના અપહત યુવકની અંબાજી પાસે કૂવામાંથી લાશ મળી આવી, પત્નીના પ્રેમીએ હત્યા કર્યાની આશંકા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અશોકજી ઠાકોરની ફાઈલ તસવીર - Divya Bhaskar
અશોકજી ઠાકોરની ફાઈલ તસવીર
  • પોલીસ દ્વારા મૃતકની પત્નીની પૂછપરછ હાથ ધરવામાં આવી

મહેસાણાના વડનગરના સિપોર ગામના યુવાનનું પાંચ દિવસ પહેલા અપહરણ થયા બાદ આજે તેનો અંબાજી નજીકથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. યુવકની પત્નીના પ્રેમીએ જ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. પોલીસે મૃતકની પત્ની પૂછપરછ હાથ ધરી છે.

વડનગર તાલુકાના સિપોર ગામના અશોકજી ઠાકોર નામના યુવાનને બરફ ગોળા બનાવવાનું કહી પાંચ દિવસ અગાઉ ત્રણ અજાણ્યા શખ્સઓ ખટાસણા ગામથી એકાદ કિલોમીટર હાઇવે નજીક બળજબરીથી ગાડીમાં બેસાડી અપહરણ કરી લઇ ગયા હતા. જેની આજે અંબાજી નજીક આવેલા કુવામાંથી મળતા ચકચાર મચી જવા પામી હતી. યુવાનની હત્યા તેની પત્નીના પ્રેમીએ કરી હોવાની આશંકા છે. પોલીસ દ્વારા હાલ પત્નીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પ્રેમ સંબંધમાં હત્યા કરાઈ હોવની આશંકા, પત્નીની પૂછપરછ ચાલુ વડનગર પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ ચાલુ કરી દેવામાં આવી હતી. જ્યાં પોલીસે તેંની પત્નીને પૂછપરછ કરતા પત્ની પોલીસને યોગ્ય જવાબ ન આપતા આ હત્યા કેસમાં પત્ની પણ સંડોવણી હોવાની શંકા પોલીસને ગઈ હતી. આજે અંબાજી ખાતે મૃતક અશોકજી ઠાકોરની લાશ કૂવામાંથી મળી આવતા અંબાજી પોલીસ અને ફાયરની ટીમે આ મામલે લાશને બહાર કાઢી પીએમ માટે ખસેડી હતી.

આ મામલે વડનગર પી.આઇ ના જણાવ્યા પ્રમાણે હત્યા પ્રેમ સંબંધમાં થઈ હોવાની હાલમાં આશંકા છે અને હત્યા કરનારા આરોપીને ઝડપવા તજવીજ ચાલુ છે. હાલમાં પત્ની પર શંકા જતા તેની કડકાઇથી પૂછપરછ કરવામાં આવી રહી છે

અન્ય સમાચારો પણ છે...