• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Body Of A Young Man Drowned In The Rain Water Was Found At 48 Hours In Kadi's Charol Village, Mourning Among The Family Members.

પૂરમાં તણાયેલા યુવાનનું મોત:કડીના ચારોલ ગામે વરસાદી પાણીના વહેણમાં ડૂબી ગયેલા યુવકની લાશ 48 કલાકે મળી,પરિવારજનોમાં શોક છવાયો

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • - ગઈકાલે દિવસ દરમિયાન ફાયર ટીમોએ શોધ્યા છતાં કાલે લાશન મળી

મહેસાણા જિલ્લામાં આવેલા કડી તાલુકામાં આવેલાના ચારોલ ગામે સોમવાર વહેલી સવારે એક યુવક પાણીના વહેણમાં ડૂબી ગયો હતો જેની લાસ આજે ત્રીજા દિવસે વહેલી સવારે મળી આવતા સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આજે વહેલી સવારે તળાવમાં લાસ તરતી હાલતમાં મળી
ચારોલ ગામનો 30 વર્ષીય યુવક અમરતજી ઠાકોર સોમવાર પાણીના વહેણમાં ડૂબી જવાની ઘટના બન્યા બાદ અમદાવાદ અને મહેસાણાની ફાયર ટીમો તળાવમાં હોડીઓ મૂકી શોધખોળ કરી હતી. ત્યારે ગઈકાલે સાંજ સુધી યુવકની લાશ મળી આવી નહોતી. ત્યારે આજે ગામના તળાવમાં વહેલી સવારે યુવકનો મૃતદેહ તરતો મળી આવતા સ્થાનિક લોકોએ બહાર કાઢ્યો હતો.

યુવક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો
મૃતક ઠાકોર અમરતજી અંબારામ ચારોલ ગામમાં ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો જતો ત્યારે પરિવારમાં એક યુવકની પત્ની અને એક બાળક હાલમાં આ ઘટના બાદ નોંધારા બન્યા છે

અન્ય સમાચારો પણ છે...