તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડૂબી જતાં મોત:ગાય શોધવા નીકળેલા પશુપાલક યુવાનની લાશ તળાવમાંથી મળી

મહેસાણા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગોરાદ ગામના યુવાનનું તળાવમાં ડૂબતાં મોત

મહેસાણા તાલુકાના ગોરાદ ગામની સીમમાં મલઇ માતાના મંદિર પાસે આવેલા તળાવમાં ડૂબી જતાં ગામના પશુપાલક યુવાનનું મોત થયું હતું. આ યુવાન તેની ગાય શોધવા નીકળ્યા બાદ ગુમ હોવાનું જાણવા મળ્યું છે.

ગોરાદ ગામના બે દિવસથી ગુમ 40 વર્ષીય વિહાભાઇ ભલાભાઇ રબારીનો મૃતદેહ રવિવારે ગામથી એક કિમી દૂર મલઇ માતાના મંદિર પાસે તળાવમાંથી મળી આવ્યો હતો. જે અંગે એકઠા થયેલા ગ્રામજનોએ સરપંચ વિનોદભાઇ પટેલને જાણ કરતાં તેઓ પણ તળાવે પહોંચ્યા હતા અને પોલીસને ઘટના અંગે જાણ કરતાં પોલીસ પણ પહોંચી હતી. આ દરમિયાન ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું કે, મૃતકનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. પરિવારને શકવહેમ ન હોવા અંગે લેખિત આપ્યું છે. ગામમાં ચર્ચા મુજબ, મૃતક તેની ગુમ ગાયને શોધવા નીકળ્યા બાદ ઘરે પરત નહીં આવતાં પરિવાર સહિત શોધખોળ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો