પરિવારમાં શોક:સતલાસણાના હોટલપુરા ગામે રહેતાં 50 વર્ષીય આધેડની હડોલ નદીના કિનારથી લાશ મળી

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા હોટલપુરા ગામે રહેતા ઠાકોર હુસાજી જવાનજી પોતાના બે દિવસ અગાઉ પોતાનું બાઈક લઇ નીકળી ગયા હતા અને મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવાર શોધખોળ આદરી હતી. જોકે ગઈકાલે સાંજે ગુમ થયેલા હુસાજીની લાશ હડોલ નદીના કિનારે મળી આવતા પરિવાર શોકમય બન્યો છે.

બે દિવસ અગાઉ ઘરેથી નીકળ્યાં હતા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના હોટલપુર ગામે રહેતા 50 વર્ષીય ઠાકોર હુંસાજી પોતાનું બાઈક લઈ બે તારીખે સવારે 11:00 કલાકે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને સાંજ સુધી પરત ન આવતા પરિવારે તેઓની શોધખોળ આદરી હતી. તેમજ તેમનો મોબાઇલ ફોન પણ બંધ આવતો હતો. જેથી રાત સુધી પરિવારજનોએ પોતાના સગાં સબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ હુંસાજીનો ક્યાંય ભાળ મળ્યો નહતો. બાદમાં ગઈકાલે બપોરના સમયે છેલપુરા ગામના દિલીપસિંહ નામના વ્યક્તિએ પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે, નદીના પટમાં બિનવારસી હાલતમાં મૃતદેહ પડ્યો છે. તેમજ એક બાઈક પણ પડ્યું છે. જે અંગે તપાસ કરતાં બાઈક ઠાકોર હુંસાજીનું હોવાનું સામે આવ્યું હતું અને સમગ્ર મામલે પરિવારને જાણ કરી હતી.
પોલીસ મથકમાં યોગ્ય તપાસની માગ
પરિવારને ઘટનાની જાણ થતા તેઓ ખાનગી વાહનમાં હડોલ સાબરમતી નદીના કિનારે આવેલા પુલ નીચે ગયા હતા અને ત્યાં નદીના પાણીમાં ભરેલા એક ખાડામાં શોધખોળ કરતાં એક મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો અને ઓળખ કરતાં તે મૃતદેહ હુંસાજી ઠાકોરનો હોવાનું સામે આવ્યું હતું. મૃતદેહને સતલાસણા સિવિલમાં પીએમ અર્થે મોકલી આપ્યો હતો અને સમગ્ર મામલે મહેશજી દુધાજી ઠાકોર નામના યુવકે પોલીસ મથકમાં યોગ્ય તપાસ કરવા માટે જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...