એડીચોટીનું જોર:આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મહેસાણા જિલ્લામાં ભાજપે અત્યાર સુધી 217 ખાટલા બેઠક કરી

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાની ગામડે ગામડે બેઠક કરાઇ

આગામી વિધાનસભા ચૂંટણીને લઈને પક્ષ વિપક્ષ હાલમાં લોક ચાહના માટે એડિટ ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લામાં હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ગામડે ગામડે ખાટલા બેઠક યોજવામાં આવી રહી છે. મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચાની અત્યાર સુધીમાં 217 ખાટલા પરિષદ યોજાઈ ચૂકી છે.

રાત્રે પણ બેઠકો કરાઇ

ખાટલા પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ નાગરિકોને કેન્દ્ર અને ભાજપ સરકારે કરેલા વિકાસ કાર્યો તેમજ ખેડૂતલક્ષી નીતિઓથી માહિતગાર કરવાનો છે. મહેસાણા જિલ્લામાં ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં રાત્રે અને દિવસે દરમિયાન 217 જેટલી ખાટલા પરિષદો કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અગ્રણીઓ, સંસદ સભ્ય અને સહકારી અગ્રણીઓએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું. પરિષદ યોજવામાં મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ શ્યામ ભાઈ દેસાઈ, મહામંત્રી કાંતિભાઈ પ્રજાપતિ, જયદીપસિંહ ઠાકોર અને ભુપેન્દ્રસિંહ દરબાર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...