તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળવાનો ડર:ભાજપ-કોંગ્રેસ છેલ્લા દિવસે યાદી જાહેર કરશે

મહેસાણા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પ્રથમ દિવસ, મહેસાણા પાલિકાની 44 બેઠકો માટે 74 દાવેદારો ફોર્મ લઇ ગયા,
 • 10 તા.પં.માં 394 અને જિ.પં.માં 91 ફોર્મ ગયાં, પણ એકે ભરાયું નહીં
 • જોકે, બેઠક દીઠ 2-2 દાવેદારો પાસે ફોર્મ ભરાવી દેશે
 • પરંતુ છેલ્લી ઘડીએ મેન્ડેટ આપી સત્તાવાર નામનું પત્તુ ખોલશે

ઉત્તર ગુજરાતના રાજકીય પાટનગર મહેસાણા નગર પાલિકાની ચૂંટણીમાં બળવો થવાના ડરે ભાજપ અને કોંગ્રેસે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે યાદી જાહેર કરવાની રણનીતિ બનાવી છે. ઉલ્લેખનીય છે કે, ફોર્મ ભરવાના સોમવારે પ્રથમ દિવસે મહેસાણા પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે 74 દાવેદારો ફોર્મ લઇ ગયા હતા. જોકે, એકપણ ફોર્મ ભરાયું ન હતું.

સોમવારે રાત્રે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં પાલિકાના 11 વોર્ડના દાવેદારોના નામો અંગે ચર્ચાની સાથે સામે કયા ઉમેદવારથી માંડી સામાજિક સમીકરણની ચર્ચા કરી એક વોર્ડમાં 16 દાવેદારોમાંથી 4 ઉમેદવાર અને 4 ડમીના નામ સંબંધે વિચારણા કરાઇ હતી અને 13મી ફેબ્રુઆરીએ મેન્ડેટ આપી ઉમેદવારને લડાવવાનો તખ્તો ઘડયો છે. તો કોંગ્રેસમાં બળવાના એંધાણ વચ્ચે સોમવારે મહેસાણા બાયપાસ પર શનિદેવના મંદિર પાસે પ્રદેશ અગ્રણી અશ્વિન કોટવાલ, સાગર રાયકા, નરેશ રાવલ, અલકા ક્ષત્રિય સહિતની બંધબારણે બેઠક મળી હતી.

જેમાં પ્રમુખોને બોલાવી ઉમેદવારોના નામ જાહેર થયા બાદ બળવો ડામવા ખાસ સૂચના અપાઇ છે. સાથે પાલિકા- પંચાયતની નામની યાદીને અંતિમ ઓપ અપાયો છે. જે બેઠક પર દાવેદારોમાં ગજગ્રાહ છે તેમના નામ પ્રદેશમાં આખરી નિર્ણય માટે મોકલાયાં છે. મંગળવારથી વોર્ડવાઇઝ 2 દાવેદારો પાસે ફોર્મ ભરાવવાનો તખ્તો ઘડી 13 ફેબ્રુઆરીએ મેન્ડેટ આપી ઉમેદવારોના નામનું પત્તુ ખોલશે.

રાજકીય ગણગણાટ, ટિકિટ નહીં મળનાર દાવેદારો પાછળથી પણ નુકસાન કરી શકે
ભાજપ-કોંગ્રેસે મહેસાણા નગરપાલિકામાં વોર્ડવાઇઝ 8 દાવેદારો પાસે ફોર્મ ભરાવવા વ્યૂહ રચના ઘડી છે. ત્યારે ફોર્મ ભરનાર દાવેદાર ચૂંટણી પ્રચારથી માંડી વિજયી બનવાના સપનામાં રાચતો હોય ત્યારે બીજો દાવેદાર મેન્ડેટ લાવીને ચૂંટણી લડી નાખે તેવો માહોલ સર્જાયો છે. કેટલાક દાવેદારોના કહેવા મુજબ, બળવાના ડરથી નેતાઓ છેલ્લા સમય સુધી નામ ગુપ્ત રાખવાના મૂડમાં છે, પરંતુ ટિકિટ ન મળનાર દાવેદાર તે પછી પણ નુકસાન કરી શકે છે.

ફોર્મ ઉપડ્યા
નગરપાલિકા
ઊંઝા250 ફોર્મ
વિસનગર75 ફોર્મ
મહેસાણા74 ફોર્મ
કડી22 ફોર્મ
તાલુકા પંચાયત
સતલાસણા34 ફોર્મ
ખેરાલુ41 ફોર્મ
વડનગર19 ફોર્મ
વિજાપુર38 ફોર્મ
વિસનગર49 ફોર્મ
ઊંઝા61 ફોર્મ
મહેસાણા52 ફોર્મ
બહુચરાજી20 ફોર્મ
જોટાણા35 ફોર્મ
કડી45 ફોર્મ
કુલ394 ફોર્મ
જિલ્લા પંચાયત91 ફોર્મ

​​​​​​​

અસંતોષ ન થાય તે માટે 13મીએ લિસ્ટ જાહેર કરવા નિર્ણય
કોઇને અસંતોષ ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. પાર્ટી કહેશે તેઓ ફોર્મ ભરશે અને 13 ફેબ્રુઆરીએ પાર્ટી માન્ય ઉમેદવારનું લિસ્ટ આપશે. જેથી બાકીના ફોર્મ ભરનાર ઉમેદવારો ડમી જાહેર થશે. - મુકેશ પટેલ, મહેસાણા શહેર ભાજપ પ્રમુખ

અસંતોષ ન થાય તે માટે 13મીએ લિસ્ટ જાહેર કરવા નિર્ણય
કોઇને અસંતોષ ન થાય તે માટે નિર્ણય લેવાયો છે. પાર્ટી કહેશે તેઓ ફોર્મ ભરશે અને 13 ફેબ્રુઆરીએ પાર્ટી માન્ય ઉમેદવારનું લિસ્ટ આપશે. જેથી બાકીના ફોર્મ ભરનાર ઉમેદવારો ડમી જાહેર થશે. - મુકેશ પટેલ, મહેસાણા શહેર ભાજપ પ્રમુખ

ફોર્મ ચકાસણી માટે લિગલસેલ મેદાનમાં
ફોર્મ રદ થવાના બનાવો ટાળવા નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માગતાં દાવેદારોનાં ફોર્મની ચકાસણી માટે ભાજપ-કોંગ્રેસનો લીગલ સેલ કામે લાગ્યો છે. ભાજપે તેમના દાવેદારોને મોબાઇલ પર વોટ્સએપમાં તમામ માહિતી સાથેનું ફોર્મ મોકલી આપ્યું છે અને ભાજપ કાર્યાલય ખાતે પણ ફોર્મની ચકાસણી થઇ રહી છે. તો કોંગ્રેસમાં દાવેદારોને રૂબરૂ બોલાવી ફોર્મ ભરવાની સાથે બિડાણમાં મૂકવાના પેપર્સની માહિતી આપલે કરાઇ રહી છે.

4 પાલિકામાં 421 ફોર્મ પેટે રૂ.21,050 આવક
જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ નિ:શુલ્ક હોય છે. જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ દીઠ રૂ.50 ફીની જોગવાઇ હોઇ પ્રથમ દિવસે 4 પાલિકામાં 421 ફોર્મ પેટે કુલ રૂ.21,050 આવક ચૂંટણી વિભાગને થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો