તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુરુજ્ઞાન:પક્ષી જેમ જેમ ઉપર જાય તેમ ન ઝઘડે, જ્યારે માનવ જેમ જેમ ઉપર જાય તેમ વધુ જોરથી ઝઘડે,મુનિરાજ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
મુનિરાજ શ્રીરાજસુંદરવિજયજી મ.સા. - Divya Bhaskar
મુનિરાજ શ્રીરાજસુંદરવિજયજી મ.સા.
 • મહેસાણાના ઉપનગર જૈન સંઘમાં શ્રીરાજસુંદરવિજયજી મ.સા.નું પ્રેરણામૃત

મહેસાણાના ઉપનગર જૈન સંઘમાં સોમવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રીરાજસુંદરવિજયજી મ.સા.એ કહ્યું કે, ઝરણું તો જોયું જ હશે ને? તેનું પ્રારંભબિંદુ કેટલું નાનું હોય છે. પણ જેમ જેમ તે આગળ વધતું જાય તેમ તેમ પોતાના કદમાં અભિવૃદ્ધિ કરતું જાય છે અને સમય જતાં તે સરિતા અને સિંધુનું સ્વરૂપ ધારણ કરી શકે છે. હા, પ્રારંભમાં હજી તેને અટકાવવું હોય તો અટકાવી શકાય પણ કદની વિશાળતા ધારણ કર્યા પછી તેને અટકાવવું શક્ય જ નથી. બસ જે વાત ઝરણા માટે છે, તે જ વાત ઝઘડા માટે છે.

કોઈ બે વ્યક્તિ વચ્ચે ઝઘડો થાય ત્યારે તેનું રૂપ શરૂઆતમાં એટલું મોટું નથી હોતું. પરંતુ સમય જાય છે તેમ તેમ તેમાં ઘણું બધું ઉમેરાતું જાય છે અને સમય જતાં એવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. તેના દ્વારા થતા નુકસાનને કોઈ ભરપાઈ કરી ના શકે. તેથી ક્રોધ દ્વારા થતા ઝઘડાને શરૂઆતમાં જ દબાવી દેવામાં સૌનું કલ્યાણ છે. ઝઘડાની વાત નીકળી છે તો આ અનુસંધાનમાં એક બીજી વાત પણ જોઈ લઈએ. સામાન્યતયા આકાશમાં ઉડતા પંખી અને અવની ઉપર રહેતો માનવ બંનેની તુલના કરીએ તો ખ્યાલ આવશે.

જોકે, પૂર્વથી સાંભળ્યા પ્રમાણે પ્રથમ તો તમે આમ જ વિચારશો કે, માનવ પાસે બુદ્ધિ છે, જ્યારે પંખીઓ પાસે બુદ્ધિ નથી. પણ સ્વભાવના સ્તર ઉપર જોઈશું તો ખ્યાલ આવશે કે, પંખી જેમ જેમ ઉપર જાય તેમ તેમ ક્યારેય ના ઝઘડે. જ્યારે માનવ જેમ જેમ ઉપર જાય તેમ તેમ તેના ઝઘડા વધતા જ જતા હોય છે. ઘણીવાર મોટાઓ જેટલા ઝઘડા કરતા હશે તેટલા નાનાઓએ ક્યારેય નહીં કર્યા હોય. તો આવા મોટા ખરેખર તો માત્ર બહારથી જ મોટા હોય છે, બાકી ભીતરથી તો નાના-તુચ્છ જ હોય છે. આપણે પણ જો આપણો આધ્યાત્મિક વિકાસ કરવા ઇચ્છીએ છીએ તો સર્વપ્રથમ ભીતરમાં રહેલા ક્રોધને-સૂક્ષ્મરૂપે રહેલા સંકલેશના વિષ વહેલી તકે દૂર કરીએ.પ્રેરણામૃતનો લાભ લેવા જૈનબંધુઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો