રહેણાંકની જગ્યાનો કોમર્શિયલ ઉપયોગ:સાયકલ શો રૂમ પાલિકા સીલ કરવા ગઇ, રહેણાંકમાં ફેરવાતાં પાછી ફરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા ટીમ સીલ કરે તેના પહેલા જ રાત્રે જ સામાન સિફ્ટ કર્યાની ચર્ચા

મહેસાણાના મોઢેરા રોડ લકી પાર્કની રહેણાંક જગ્યાએ ધી ફાસ્ટર સાયકલ શો રૂમને કોમર્શિયલ ઉપયોગમાં પાલિકા તંત્રએ મુખ્ય દરવાજાને સીલ કરાયા પછી પાછળના દરવાજાથી સાયકલ લે વેચનો વેપાર થતો હોવાનું ધ્યાને આવતાં મંગળવારે પાછળનો દરવાજો સીલ કરવા પાલિકા ટીમ પહોચી હતી. જોકે ત્યાં બપોરે ખાટલા, ગાદલામાં સૂતા, પ્રથમમાળે રસોડુ, બીજા માળે બેઠક વ્યવસ્થાથી રહેણાંક ઉપયોગ લાગતા વીડિયોગ્રાફી કરીને પાલિકા ટીમ પરત ફરી હતી. આ શો રૂમ બિલ્ડિંગને આખુ સીલ કરે તે પહેલા જ સોમવારે રાત્રે સાયકલો સહિતનો સામાન શિફ્ટ કરી લેવાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે પાલિકા ટીમ સીલ કાર્યવાહી કરવાની છે તેની અગાઉથી જાણ પહોચી ગઇ કે શું તેને લઇને કોમર્શિયલ ઉપયોગ રાતોરાત રહેણાંકમાં ફેરવાઇ ગયાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

જોકે પાછળના દરવાજાથી સાયકલ લે વેચનો કોમર્શિયલ ઉપયોગ ધ્યાને આવતા પાલિકા તંત્ર દ્વારા સમગ્ર બિલ્ડિંગ સીલ કરવાનો મંગળવારે બપોરે 3.30 વાગ્યે કાર્યક્રમ આયોજીત કરીને દબાણ ટીમને વિડિયોગ્રાફી સાથે રવાના કરાઇ હતી.પાછળના દરવાજાથી અંદર જતા બપોરે ખાટલામાં માલિક સૂતા હતા, બે ગાદલા પાથરેલા, પ્રથમમાળે કિચન, બીજા માળે બેઠક વ્યવસ્થા, ટી.વી સેટ પાલિકા ટીમને જોવા મળ્યો, કોમર્શિયલ ઉપયોગ ન થતો હોઇ પાછળનો દરવાજો સીલ કરાયો નહોતો અને ટીમ પરત ફરી હતી.

ચીફ ઓફિસરે કહ્યું કે, રહેણાંક ઉપયોગની જગ્યાએ કોમર્શિયલ ઉપયોગ થતો ન હોવાનું ધ્યાને આવ્યું છે. અને રહેણાકની પરવાનગી હોઇ રેહણાંક ઉપયોગ થતો જણાઇ આવતા ટીમ રાહે મંગળવારે સીલ કરાયું નથી. ભવિષ્યમાં કોમર્શિયલ ઉપયોગ થશે તો સીલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...