શ્રેષ્ઠ શિક્ષક સન્માન:મહેસાણાની ગણપત યુનિવર્સિટીમાં આરોગ્ય મંત્રીની ઉપસ્થિતમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 શિક્ષકો તથા 15 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

મહેસાણાની ગણપત યુનિવર્સીટી ખાતે આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો જિલ્લાના 13 શ્રેષ્ઠ શિક્ષકો તથા 15 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ડો સર્વપલ્લી રાધાક્રિષ્ણનના જન્મદિનની 05 સપ્ટેમ્બર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીના ભાગ રૂપે મહેસાણા જિલ્લા શિક્ષણ પરીવાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં ગણપત વિશ્વવિધાલય ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

બાળકોને પણ સન્માનિત કરાયા
આ કાર્યક્રમમાં આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલ, સંસદ સભ્ય શારદાબહેન પટેલ, પાટણના સંસદ સભ્ય ભરતસિંહ ડાભી, રાજ્યસભાના સંસદ સભ્ય જુગલજી ઠાકોર, કરશનભાઇ સોલંકી, ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પારી તોષીક પ્રાથમિક, માદયમિક ઉચ્ચતર માધ્યમિક તથા સી આર સી/ બી આર સી /કે.ની.HTAT દરેક વિભાગ ના એક શિક્ષક ને શ્રેષ્ઠ પારિતોષિક મહાનુભાવો ના હસ્તે આપવામાં આવ્યો હતો તથા તાલુકા કક્ષાએ 9 જેટલા શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે જિલ્લાના 15 જેટલા પ્રાથમિક વિભાગના બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુનિના પ્રમુખ ગણપત પટેલ અમેરિકાથી ઓનલાઈન જોડાયા
આ અવસરે ગણપત યુનિના પ્રમુખ ગણપતભાઇ પટેલે ખાસ અમેરિકાથી ઓનલાઈન જોડાઈને શિક્ષક દિન નિમિતે સર્વે ગુરુજનોને તેમણે વંદન કરી શિક્ષકોના કાર્યને બિરદાવી વંદનીય ગણાવ્યું હતું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરુકુળ પરંપરા થી લઈને આજના ગ્લોબલ યુગ માં શિક્ષણ આંગળી ના ટેરવે બની ગયું છે ત્યારે આજના દિવસે પારિતોષિક મેળવનાર તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને અભિનંદન આપી આવનાર સમય માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ના ભારત ને વિશ્વ ગુરુ બનાવવા માટે શિક્ષકોની મહત્વની ભૂમિકા રહેશે એમ જણાવ્યું હતું.

આ લોકો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે સાસંદ જુગલજી ઠાકોર તથા પાટણ ના સાંસદ ભરત સિંહ ડાભીએ પણ પ્રાસંગિક ઉદ બોધન કર્યું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ ઉપસ્થિત રહેનાર છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઇ પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી ડો એ.કે.મોઢ પટેલ,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો ગૌરાંગ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...