હાશકારો:રાણપુરની સીમમાં આવેલા રીંછને જંગલમાં મોકલાયું

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિર્ઝવ ફોરેસ્ટની નજીક હોઈ લટાર મારી ગયું
  • ભયમાં આવેલા ગ્રામજનો એકઠાં થયા હતા

સતલાસણા તાલુકાના રાણપુર ગામની સીમમાં ગુરૂવારના દિવસે સવાર સવારમાં જ રીંછ આવી ચડ્યું હતું. રીંછની હાજરીને લઇને ભયમાં આવેલા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. રીંછ પાછળ મોટા અવાજે બૂમાબૂમ કરી રીંછને ફરી જંગલ વિસ્તારમાં છોડી આવતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

રિર્ઝવ ફોરેસ્ટ વિસ્તાર નજીક આવેલા રાણપુર ગામની સીમમાં બની રહેલા મકાન નજીક ગુરૂવાર સવારે 7.15 કલાકની આસપાસ રીંછ આવ્યું હતું. રીંછ આવતાં ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી. બીજી બાજુ ભયમાં આવેલા ગ્રામજનો એકઠા થઇ ગયા હતા. અને રીંછ ફરી જંગલ વિસ્તારમાં પરત મોકલવા માટે મોટા અવાજે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને લઇ અડધા કલાકની જહેમત બાદ રીંછ ફરી રિર્ઝવ ફોરેસ્ટ એરિયામાં પરત ફરતાં ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ગ્રામજનોએ પાછું મોકલ્યું
ગ્રામજનોએ મહેનત કરી રીંછને પરત કર્યું હતું. રાણપુર અને તેના આસપાસના ગામડાઓ રિર્ઝવ ફોરેસ્ટની નજીક હોઇ આ વિસ્તારોમાં ક્યારેક રીંછ આવી જતાં હોવાનું રેન્જ ફોરેસ્ટ ઓફિસર તુષાર દેસાઇએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...