તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Basement Was Found While Cultivating A Field In Bhensana Village. The Stone Found Is Believed To Be From 11th Century Vav Or Temple.

વારસો:ભેંસાણા ગામમાં ખેતર ખેડતાં ભોંયરું નીકળ્યું, મળેલા પથ્થર 11મી સદીની વાવ કે મંદિરના હોવાનું અનુમાન

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના ભેંસાણા ગામના ખેડૂત રસિકભાઇ મગનભાઇ પટેલ તેમના ખેતરમાં પલાવ મારતા હતા, ત્યારે પથ્થર આવતાં આસપાસ ખોદતાં નીચેથી પથ્થર સાથે જૂનું ભોંયરા જેવું જણાયું હતું. જેમાં માટીની ઇંટ ચણતરના પગથિયાં હતાં. જેની ખબર પડતાં ગ્રામજનો જોવા ઊમટ્યા હતા. સરપંચ પ્રવીણજી ઝાલાએ કહ્યું કે, દેશી ઇંટોથી ચણેલું છે. 9 ફૂટ ખોદતાં એક પથ્થરમાં લખાણ છે.

અઢી બાય અઢીના બે લંબચોરસ પથ્થર કોતરણીવાળા છે. ખેડૂતના ભાઇ જયંતિભાઇ પટેલે કહ્યું કે, ટ્રેક્ટરની પલાવ કરતા હતા, કૂવા જેવો ખાડો હતો. જાણકાર સૂત્રોએ કહ્યું કે, પથ્થર મંદિરના કે વાવના હોય એવું લાગે છે. બોર્ડરનો ભાગ ઓટલા બનાવવામાં કે મંદિરમાં 11મા સૈકા આસપાસનો સોલંકીકાળના હોઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...