જામીન નામંજૂર:કડીના દેવુસણ ગામ પાસેથી વિદેશી દારૂ પકડાવા મામલે બે આરોપીની જામીન અરજી ફગાવાઈ

મહેસાણા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા 14.54 લાખના વિદેશી દારૂ સાથે 5 આરોપીઓ ઝડપાયા હતા

મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ગત 6 માર્ચના રોજ લક્ષ્મીપુરા નર્મદા કેનાલ પાસે આવેલા દેવુસણ જવાના માર્ગ પાસે મહાકાલેશ્વર મહાદેવના મંદિર નજીકથી 5 આરોપીઓને રૂ. 14 લાખ 54 હજાર 420ના વિદેશી દારૂ સાથે ઝડપ્યા હતા. રેડ દરમિયાન ટીમે એક સ્વિફ્ટ ગાડી અને રોકડ રકમ મળી કુલ રૂ. 19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ આ મામલે પોલીસે તમામ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ કેસમાં ઝડપાયેલા આરોપી રાવલ તરૂણ અને રાવલ મનોજે આફ્ટર ચાર્જશીટ અલગ અલગ રેગ્યુલર જામીન અરજી મહેસાણા કોર્ટમાં રજૂ કરી હતી. જે કેસમાં સરકારી વકીલ પરેશ કે દવેએ કોર્ટ સમક્ષ દલીલ કરતા જણાવ્યું હતું કે બંને આરોપીઓ સ્થળ પર ઝડપાયા હતા. મુદ્દામાલ મોટી સંખ્યામાં ઝડપાયો હતો. પોલીસે વિદેશી દારૂ કબ્જે કર્યો હતો અને આરોપીઓ ગુનાહિત પ્રવૃતિઓ અને ઇતિહાસ ધરાવતા હોવાથી સમાજમાં આવા આરોપીઓને જામીન આપવાથી ખોટો સંદેશ જશે. જેથી આ દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી ફગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...