ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરીગેશન એન્ડ પાવર નવી દિલ્હી દ્વારા બેસ્ટ પર્ફોમીગ પાવર ડિસ્ટ્રીબ્યુશન યુટિલિટીનો CBIP એવોર્ડ 2022 એનાયત કરવામાં આવ્યો છે.
સી.બી.આઈ.પી દિવસની ઉજવણી 2023 અંતર્ગત સ્કોપ કોમ્પલેક્ષ નવી દિલ્હી ખાતે યોજવામા આવેલ ભવ્ય સમારંભમાં ભારત સરકારના કેબિનેટ મંત્રી આર.કે.સિંઘ દ્વારા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોષી તેમજ મુખ્ય ઈજનેર વી.એમ.શ્રોફને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કંપનીના છેલ્લા ત્રણ વર્ષના પેરામીટર્સના આધારે પાવર સેકટરના નિષ્ણાત ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો દ્વારા આ એવોર્ડ માટે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોમિંગ વીજ વિતરણ કંપની તરીકે એવોર્ડ માટે પસંદગી પામી છે.ઉત્તર ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટ દ્વારા બીઝનેસ ડેવલોપમેન્ટ એન્ડ માર્કેટીંગ વિગ તેમજ કન્ઝ્યુમર ગ્રીવનસ મોનિટરી સેલ જેવા નવીનતમ અભિગમોએ કંપની ને ગ્રાહક કેન્દ્રી અને બેસ્ટ પર્ફોમીગ વીજ વિતરણ કંપની તરીકેની પ્રતિષ્ઠા અપાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.