આદેશ:છાબલીયાની કિશોરીનું અપહરણ કરનારના આગોતરા રદ કરાયા

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

છાબલીયા ગામની 15 વર્ષની કિશોરી 20 દિવસ અગાઉ ઘરેથી ખેતરે ચાર લેવા જવાનુ કહીને નીકળ્યા બાદ પરત ના ફરતા તેના પરિવારે શોધખોળ કરી હતી.જેમાં અપહ્રત કિશોરીના પિતા પાસે પહોચેલા તેમના પિતરાઇએ આનંદપુરાથી છાબલીયા તરફ જવાના માર્ગે પ્રવિણજી ઠાકોર સહિત 3 વ્યક્તિઓ સગીરા સાથે કાર લઇને ઉભા હતા અને બાઇક ઉભુ રાખતા જ તેઓ કારમાં ભાગી ગયાનુ કહેતા કિશોરીના અપહરણનો ગુનો નોંધાયો હતો.

ઉપરોકત કેસમાં પ્રવિણજી ઠાકોરે મુકેલી આગોતરા જામીન અરજી મહેસાણા ડિસ્ટ્રીક જજ પી.એસ.સૈની સમક્ષ ચાલતા સરકારી વકીલ પરેશ કે દવેએ બન્ને એક જ સમાજના છે અને ભૂતકાળમાં તેઓ સાથે નોકરી કરતા હતા અપહ્રત કિશોરી સગીર હોવાની જાણ હોવા છતા તેનુ અપહરણ કરાયુ હોવા સંબધે કરેલી દલીલો સાંભળી કોર્ટે આગોતરા જામીન અરજી રદ કરવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...