તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીવા તળે અંધારું:મહેસાણા સિવિલ હોસ્પિટલનો વહીવટ 4 વર્ષથી ઈન્ચાર્જ સિવિલ સર્જનના હવાલે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય મંત્રીના વતન મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દીવા તળે અંધારું
  • કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે સિવિલનું તંત્ર સુધરવાના બદલે બગડી રહ્યાનો માહોલ

આરોગ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રીના મત વિસ્તાર મહેસાણાની સિવિલમાં જ સિવિલ સર્જનની કાયમી જગ્યા 4 વર્ષથી નહીં ભરાતાં દીવા તળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. અ સિવાય વર્ગ-1થી વર્ગ-4ની 100થી વધુ જગ્યાઓ ખાલી છે. સિવિલ સર્જન ડૉ. યુ.બી. ગાંધીની બદલી થતાં ડૉ. હર્ષદ પરમારને તા.12-11-2017 થી 23-7-2020 સુધી ઈન્ચાર્જ સિવિલ સર્જન તરીકે નિમણૂંક આપી હતી.

ડૉ. હર્ષદ પરમારને કોવિડમાં સાંઈક્રિષ્ના હોસ્પિટલનો ચાર્જ સોંપાતાં ડૉ. પ્રીતિબેન સોનીને તા.24-7 થી 23-9-2020 સુધી ચાર્જ સોંપાયો હતો. ડૉ.પ્રીતિબેન સોની બાદ ડૉ.પી.પી.સોનીને તા.24-9-2020 થી 11-10-2020 સુધી ચાર્જ સોંપાયો હતો. જ્યારે ડૉ.પી.પી. સોની બાદ વિસનગર સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. પી.એમ. જોશીને તા.12-10-2020 થી સિવિલ સર્જનનો ચાર્જ સોંપાતાં હાલ બબ્બે હોસ્પિટલની કામગીરી સંભાળી રહ્યા છે.

રોગી કલ્યાણ સમિતિ માત્ર કાગળ ઉપર
સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને યોગ્ય સારવાર અને સુવિધા મળે છે કે કેમ તે જાણી તંત્રને સૂચનો કરવા તેમજ નવી સુવિધા વિકસાવવા રોગી કલ્યાણ સમિતિની રચના કરાઈ છે. વર્ષ 2019માં રચાયેલી આ સમિતિમાં 7 રાજકીય કાર્યકરોની નિમણૂંક કરાઈ છે. સમિતિ રચાયા બાદ બે વર્ષમાં માત્ર એક જ બેઠક મળી છે.

અન્ય સમાચારો પણ છે...