અકસ્માત:એક્ટિવાચાલકે કાબુ ગુમાવતાં 15 ફૂટ નીચે ભોંયરામાં દુકાનમાં ઘૂસી ગયું

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા રાજમહેલ રોડ પર મંગલમૂર્તિ કોમ્પલેક્ષની ઘટના
  • દુકાનના કાચ સાથે પાર્ટેશન તૂટી ગયંુ, ચાલકને સામાન્ય ઇજા

મહેસાણા શહેરમાં બુધવારે અજીબોગરીબ ઘટના બની હતી. રાજમહેલ રોડ ઉપર ગણેશ મંદિરની બાજુમાં આવેલા મંગલમૂર્તિ કોમ્પલેક્ષની દુકાનમાં એક્ટીવા ઘૂસી ગયું હતું. એક્ટીવા ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતાં 15 ફૂટ નીચે ભોંયરામાં રહેલી સાયબર કાફેમાં એક્ટિવા ઘૂસી ગયું હતું. જેના કારણે દુકાનના કાચ સાથે પાર્ટેશન તૂટી ગયુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં વીડિયો વાયરલ થયો હતો. આ ઘટનામાં એક્ટિવા ચાલકને ઈજા થઇ હતી.