આરોપી ઝડપાયો:વિસનગરના ઉદલપુરમાં યુવકની હત્યા કરનાર આરોપી મહેસાણાથી ઝડપાયો, આરોપી અને મૃતક બંને મિત્રો હતા

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હત્યા કરવાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે

મહેસાણાના ઉદલપુર ગામમાં ત્રણ દિવસ અગાઉ સાંજના સમયે એક યુવકને નર્સરીમાં બોલાવી પેટમાં છરીઓ મારી મોતને ઘાટ ઉતારી ફરાર થનાર આરોપી હરેશ આખરે પોલીસના હાથે ઝડપાઇ ગયો છે. આરોપી હરેશ અને મૃતક વિપુલ એક જ મહોલ્લામાં રહેતા હતા તેમજ બને ગાઢ મિત્ર હતા. હત્યા કર્યાનું કારણ પોલીસ તપાસ બાદ સામે આવશે.

વિસનગર તાલુકામાં આવેલા ઉદલપુર ગામમાં 16 ઓક્ટોબરની સાંજે ગામમાં રહેતા રાવળ વિપુલને તેના ગાઢ મિત્ર રાવળ હરેશે કોઈ કારણસર ગામમાં આવેલી નર્સરી પાસે બોલાવ્યો હતો. જ્યાં આરોપીએ વિપુલનું ગળું દબાવી છરીના ઘા પેટમાં ઝીક્યા હતાં. જ્યારે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં સારવાર દરમિયાન વિપુલ રાવળનું રાત્રી દરમિયાન મોત નીપજ્યું હતુંય

આરોપી હરેશ રાવળ હત્યાને અંજામ આપ્યા બાદ ગામમાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે હત્યારાને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા. જેમાં ગણતરીના દિવસોમાં જ પોલીસે મહેસાણા ખાતેથી આરોપી હરેશને ઝડપી લીધો છે. હાલમાં પોલીસે આરોપીને ઝડપી હત્યા અંગેની તપાસ હાથ ધરી છે. પરિવારના જણાવ્યા મુજબ હરેશ રાવળ અને વિપુલ રાવળ ગાઢ મિત્ર હતા જેમાં હરેશે વિપુલની હત્યા ક્યાં કારણોસર કરી તે હવે પોલીસ તપાસ બાદ જ સામે આવશે.

અન્ય સમાચારો પણ છે...