તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પેરોલ પર છૂટીને 4 માસથી ફરાર કડીનો આરોપી ઝડપાયો

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હત્યાના ગુનામાં અમદાવાદ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા દરમિયાન કડીના હોળી ચકલામાં રહેતો અબ્બાસખાન સહેબાજખાન અલમીયા મેડિકલ ગ્રાઉન્ડ ઉપર પેરોલ પર બહાર આવ્યો હતો અને 22 જુલાઇએ પુન: જેલમાં હાજર થવાનું હતું.

છેલ્લા 4 મહિનાથી ભાગતો ફરતો અબ્બાસખાન તેના પરિવારને મળવા આવી રહ્યો હોવાની બાતમી મળતાં પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એસ.બી. ઝાલા સહિતે છેલ્લા 3 દિવસથી વોચ ગોઠવી હતી અને શનિવારે તે ઘરે પહોંચતાની સાથે જ પોલીસે ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...