કાર્યવાહી:મહેસાણાથી યુવતીનું અપહરણ કરી ફરાર થયેલા આરોપીને બનાસકાંઠાથી SOG પોલીસે ઝડપી પાડ્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાતનીના આધારે મહેસાણા SOG પોલીસ બનાસકાંઠા પહોંચી

મહેસાણા જિલ્લામાં કેટલાક સમય થી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં સગીર વયની યુવતીઓને લઈને અપહરણ કરી ભાગી જવાની ઘટાઓ સામે આવી રહી છે. જેમાં મહેસાણા પોલીસ દ્વારા આવા ગુનાઓના આરોપીઓને શોધી ગુનાઓ ઉકેલી દેવામાં સફળતા મેળવી રહ્યા છે.

મહેસાણાના જોટાણા પાસે આવેલા મુદરડા ગામનો ઠાકોર રાજુ મંગાજી નામનો ઈસમ એક સગીર વયની યુવતીનું અપહરણ કરી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. આ મામલે યુવતીના પતિવારજનોએ લોઘણાજ પોલીસ મથકમાં અપહરણ ની ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે મહેસાણા એસ.ઓ.જી ના સ્ટાફને માહિતી મળી હતી કે, યુવતીનું અપહરણ કરીને ભાગેલો આરોપી બનાસકાંઠાના દિયોદર પાસે કોટાડર ગામમાં રહેતા ઠાકોર સેધાજી ખાનાજીના સનેડા ગામની સીમમાં ખેતરોમાં આ યુવક યુવતી સાથે છે. જેથી પોલીસે ત્યાં જઈને યુવકને ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે આરોપીનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ લોઘણાજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...