તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જામીન નામંજૂર:રૂપિયા 6.50 કરોડની ઠગાઈના કેસમાં આરોપી કાપડિયા દંપતિના જામીન નામંજૂર થયા

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સંદીપ કાપડિયા અને તેની પત્નીએ 325 ગ્રાહકો પાસે ઠગાઈ કરી હતી
 • સંદીપ કાપડિયા અને તેની પત્નીએ 325 ગ્રાહકો પાસે ઠગાઈ કરી હતી

કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બહાના કરી સુરતના ઠગ દંપતીએ 325 જેટલા વિદેશ જવાવાળા વ્યક્તિઓને લાલચ આપી રૂપિયા 6.50 કરોડની ઠગાઈ કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જેથી મહેસાણા પોલીસે આ ઠગને ટેક્નિકલ ટીમની મદદથી ગોવાથી ઝડપી પાડ્યો હતો.

વર્ક પરમીટ વિઝાના નામે એડવાન્સ 6.50 કરોડ ઉઘરાવી લીધા હતા

ઝડપાયેલા ઠગબાજ આરોપીએ મહેસાણા ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી. જેથી તેના જામીન કોર્ટ ફગાવ્યા હતા. સુરતનો આ ઠગબાજ સંદીપ કાપડિયા નામનો શખ્સ અને તેની પત્ની અવની કાપડિયાએ મહેસાણાના ગ્રાહકો પાસે છેતરપિંડી કરી હતી. જેમાં ગ્રાહકોના ભરોસા જીતી એડવાન્સ પેટે 6.50 કરોડ ઉઘરાવી લીધા હતા. જેમાં પોલીસે ગોવાથી ઝડપી પાડ્યો હતો

ઠગ દંપતિને ટેક્નિકલ ટીમની મદદથી ગોવાથી ઝડપી પાડ્યો હતો

આ કેસ મેજિસ્ટ્રેટ આર.જે પટેલની કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. જેમાં સરકારી વકીલ પિયુષ દવેની દલીલને માન્ય રાખી અદાલતે ઠગબાજના જામીન ફગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો