ભક્તોને હાલાકી:ઊંઝામાં ઐઠોર ચોકડી નજીક ઉમિયા માતાજી મંદિર જવાના રોડ પર ભુવો પડ્યો

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટી સંખ્યામાં મંદિરે જતા ભક્તોને નીકળતા હાલાકી

મહેસાણા જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. ત્યારે હજુ પણ અમુક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં રોડ અને ક્યાંકને ક્યાંક ભુવા પડેલા જોવા મળી રહ્યા છે. ઊંઝા શહેરમાં ઉમિયા માતાજીના મંદિર જવાના માર્ગ પર એક ભુવો પડતા અહીંયા દર્શનાર્થે જતા ભક્તો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ભક્તોને હાલાકી
ઊંઝા શહેરમાં આવેલા મા ઉમિયાના મંદિરે રોજના હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ત્યારે ઊંઝા શહેરમાં આવેલ ઐઠોર ચોકડી નજીક ઉમિયા માતાજીના મંદિર જવાના રોડપર વચ્ચે એક મોટો ભુવો પડતા અહીંયાથી પસાર થતા સ્થાનિકો હાલમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે મંદિર નજીક ભુવો પડવાથી દર્શન કરવા આવતા ભક્તો પણ હાલાકી ભોગવી રહયા છે.ત્યારે અહીંયા પસાર થવા વાહન ચાલકો કે રાહદારીઓ ને કોઈ અકસ્માત ના નડે એના માટે તંત્રે બેરીકેટ મૂકી સાવધાનના બોર્ડ લગાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...