તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:રેલવેના આસીસ્ટન્ટ મિકેનિકલ ઈજનેરે 3 દીકરીઓ હોવા છતાં બીજાં લગ્ન કર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક પર ફોટા અપલોડ કરતાં અન્ય સ્ત્રી સાથે લગ્ન કર્યાની પત્નીને જાણ થઈ
  • 19 વર્ષના લગ્ન જીવન બાદ કાઢી મૂકતાં પત્નીએ સામે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં રેલવે વિભાગના આસીસ્ટન્ટ મીકેનિકલ ઈજનેર તરીકે ફરજ બજાવતા અને સંતાનમાં 3 દિકરીઓ હોવા છતાં આધેડે પત્નીને તરછોડીને અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા છે. મહેસાણામાં રહેતી પત્નીને કાઢી મૂકતાં પત્નીએ પતિ, દિયર અને 6 નણંદ સામે ફરિયાદ આપતા એ ડીવીઝન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મહેસાણાના વિસનગર લીન્ક રોડ ઉપર સનસીટી બંગલોઝમાં રહેતા શુભદ્રાબેન ઉર્ફે શોભનાબેનના વર્ષ 1992માં અશોકભાઈ સદાભાઈ નાગર સાથે લગ્ન થયા હતા. 19 વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને 3 દિકરી છે. અશોક નાગર અમદાવાદમાં રેલવેમાં આસીસ્ટન્ટ મીકેનિકલ ઈજનેર તરીકે ફરજ બજાવતા હોવાથી અઠવાડીયામાં એકાદ વખત ઘેર આવતા હતા. અપડાઉન કરી શકુ તેમ નહી હોવાનું કહીને અશોક નાગર અમદાવાદ રહેવા લાગ્યો હતો. ત્યારબાદ સમાજના માણસો મારફતે તેમની પત્નીને જાણવા મળેલ કે, તેણે કોઈ અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા છે. તેથી તેની દિકરીએ ફેસબુક ચેક કરતાં અન્ય મહિલા સાથેના ફોટા મળી આવ્યા હતા.

ત્રણેય દિકરીઓ સાથે ફરિયાદી મહિલાએ અમદાવાદ સ્થિત પતિના મકાનમાં જતા અન્ય મહિલા હાજર હોવાથી પૂછતા તેણે લગ્ન કરી લીધા હોવાની કબૂલાત કરીને કાઢી મૂકી હતી. ત્યારબાદ મહિલાએ દિયર અને નણંદોને જાણ કરતાં તમામે મારો ભાઈ રાખવા માંગતા નહી હોવાનુ કહ્યુ હતુ. જ્યારે નણંદોએ કહેલ કે, તારે દિકરો ક્યાં છે? મારા ભાઈનુ ઘર ઉઘાડુ તો રાખવુ પડશે તેમ કહીને પરિણીતાને કાઢી મૂકી હતી. તેથી પરિણીતાએ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે પતિ અશોકભાઈ સદાભાઈ નાગર, દિયર સુનિલભાઈ, નણંદો જયાબેન, નીરૂબેન, સરોજબેન, જ્યોત્સનાબેન, રંજનબેન અને શર્મિલાબેન સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...