તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સભા રદ્દ:મહેસાણંના બલોલ અને પાચોટમાં આમ આદમી પાર્ટીની સભા યોજાય તે પહેલાં જ કેન્સલ થઈ

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ પરમિશન ન મળતાં સભાઓ રદ્દ કરવામાં આવી
  • બલોલ ગામમાં પોલીસ કાફલો તૈનાત કરાયો

મહેસાણા જિલ્લા ભાજપ અને કોંગ્રેસ બાદ હવે આપ પાર્ટી મેદાને ઉતરી છે. હાલમાં આમ આદમી પાર્ટી પોતાની ટીમને મજબૂત કરવા જિલ્લાના તાલુકા અને ગામડાઓમાં નાની મોટી સભાઓ યોજી લોકોને પોતાની પાર્ટીમાં જોડી રહી છે. ત્યારે જિલ્લાના બલોલ અને પંચોટ ખાતે આજે સાંજે યોજનારી આપની સભા રદ્દ કરી દેવામાં આવી છે.

મહેસાણા તાલુકાના પાંચોટ અને બલોલ ગામમાં આજે આમ આદમી પાર્ટી સભા યોજવાની હતી. સભામાં પ્રદેશ નેતા વિજય સુંવાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાંભાઇ ચૌધરી, ઉત્તર ઝોન સંગઢન મંત્રી રમેશ નાભાણી ઉપસ્થિત રહેવાના હતા. જિલ્લામાં 11 અને 12 જુલાઈના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહેસાણા તાલુકાના પાંચોટ, બલોલ, ઉનાવા અને કાંસામાં યોજનારી સભાને પરવાનગી ના મળતા સભાઓ રદ્દ કરી દેવામાં આવી હતી.

બલોલમાં પોલીસ કાફલો ગોઠવાયો

આમ આદમી દ્વારા બલોલ ખાતે આજે સભા યોજાવાની હતી. જેમાં લોકોને એકત્રિત કરી પાર્ટીમાં જોડાવા આહવાન કરવામા આવનાર હતું, પરંતું આમ આદમી પાર્ટીને સભા યોજવાની પોલીસ પરમિશન ના મળતા તમામ સભાઓ રદ્દ કરી દેવી પડી હતી. તેમજ પોલોસના ડબ્બા અને ગાડીઓનો કાફલો પણ બલોલ ગામના મુખ્ય ગેટ પર ગોઠવી દેવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...