શહેરમાં બિલાડી બાગ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનથી હૈદરી ચોક વિસ્તાર વચ્ચેની મેઇન રાઈઝિંગ પાઇપલાઇન શનિવારે સવારે લીકેજ થઈ હતી. જીયુડીસીએ 8 વર્ષ પહેલાં નાખેલી ડીઆઇ પાઇપ લીકેજ થતાં પાલિકા પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઈ પટેલ, બાંધકામ ચેરમેન દીપકભાઈ પટેલ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કરી તાત્કાલિક 30 મીટર પાઇપ બદલવાની કામગીરી શરૂ કરાવી હતી.
8 ફૂટ ઊંડી 8 વર્ષ જૂની પાઇપલાઇન કટાઈ જતાં લીકેજ પાણી બહાર આવતાં ચીફ ઓફિસર અલ્પેશ પટેલ, બાંધકામ ઇજનેર જતીન પટેલ, વોટરવર્કસ ઇજનેર જીગ્નેશ પટેલ સહિતની ટીમ પહોંચીને વોર્ડ 2 અને 3ના ગંદા પાણીનો બિલાડીબાગ પમ્પિંગ સ્ટેશનથી કસ્બા નિકાલ થતો હોય છે તેમાં અવરોધો નિવારવા સાંજ સુધીમાં નવી પાઇપ લાઇન નાખી પમ્પિંગ સ્ટેશન રાબેતા મુજબ ચાલુ કરી દેવાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.