કામગીરી:લોકડાઉનમાં અટવાયેલા 588 ડ્રાઇવિંગ લાયસન્સ હવે પોસ્ટથી ઘરે પહોંચાડાશે

મહેસાણા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા RTOમાં ફાઇનલ ટેસ્ટ બાદ રવાના કરી શકાયા ન હતા

લોકડાઉનના કારણે મહેસાણાની આરટીઓ કચેરીમાં ફાઇનલ ટેસ્ટ કરનારા અરજદારોના 588 લાયસન્સ અટવાયા હતા. જોકે, આરટીઓની ફેસલેસ કામગીરીમાં તમામ લાયસન્સ અરજદારો સુધી પહોંચાડવા માટે તૈયાર કરી દેવાયા છે. પોસ્ટ સેવા રાબેતા મુજબ બનતાની સાથે લાયસન્સ અરજદારો સુધી પહોંચી જશે.
લોકડાઉન પહેલાં જે અરજદારોએ કાચા-પાકા લાયસન્સ માટે એપ્લાય કરી ફી ભરી હતી
ગત માર્ચ મહિના છેલ્લા સપ્તાહમાં કોરોનાને લઇ અચાનક જાહેર કરાયેલા લોકડાઉનના કારણે મહેસાણા આરટીઓમાં લોકડાઉન પહેલાં ડ્રાઇવીંગ લાયસન્સ માટેની ફાઇનલ ટેસ્ટ પાસ કરનારા 588 અરજદારોના લાયસન્સ છેલ્લા 65 દિવસથી અરજદારો સુધી પહોંચી શક્યા નથી. આ સમયગાળામાં રાજ્યના પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા રાજ્યની તમામ આરટીઓને ફેસલેસ સેવા શરૂ સુચના અપાઇ હતી. જેને લઇ મહેસાણા આરટીઓ દ્વારા અટવાયેલા 588 ડ્રાઇવીંગ લાયસન્સને તૈયાર કરી દેવાયા છે. આગામી દિવસોમાં પોસ્ટની ટપાલ સેવા શરૂ થતાંની સાથે લાયસન્સ અરજદારો સુધી પહોંચતા કરાશે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, લોકડાઉન પહેલાં જે અરજદારોએ કાચા-પાકા લાયસન્સ માટે એપ્લાય કરી ફી ભરી હતી, તેમની ટેસ્ટની અંતિમ તારીખ માટે રાજ્યના પ્રાદેશિક વાહન વ્યવહાર વિભાગ દ્વારા છુટછાટ આપવામાં આવશે. જ્યારે પણ આરટીઓનું કામકાજ રાબેતા મુજબ બનશે ત્યારે આવા અરજદારોના બાકી રહેતાં ટેસ્ટને પ્રાથમિકતા અપાશે.

અન્ય સમાચારો પણ છે...