ઉજવણી:ખેરવામાં ગણપત યુનિવર્સિટીનો 17 મો સ્થાપના દિન ઊજવાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ, કારોબારી સદસ્યો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરાર થયાં

તારીખ 12 એપ્રિલ 2022 ના રોજ યુનિવર્સિટીએ પોતાનો સ્થાપના દિન ઊજવ્યો. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ, પદ્મશ્રી ગણપતભાઈ પટેલ, ગુજરાત રાજ્યના ઉચ્ચ તકનિકી શિક્ષણ ના ચીફ સેક્રેટરી એસ.જે.હૈદર, ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના નિર્દેશક ડો. અમિત પ્રશાંત, કેલિફોર્નિયાની યુનિ. ઓફ એડવાન્સમેન્ટ, કાલ પોલી પોમોનાના ઉપપ્રમુખ, ડેન મોન્ટપ્લાસીર, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ અને ફાઇનાન્સના નિગમ વિકાસ અધિકારી રવિપ્રકાશ ગુપ્તા, ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયાની સલાહકાર સમિતિના સભ્ય ચેતન પટેલ, યુનિવર્સિટીના કુલપતિ મહેન્દ્ર શર્મા, પ્રો વાઇસ ચાન્સેલર અને એક્સિક્યુટિવ રજીસ્ટ્રાર ડો. અમિત પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. આર. કે પટેલ, કારોબારી સમિતિના સદસ્યા રીટાબેન પટેલ, બી. એસ. પટેલ, પ્રકાશ જાની, ટ્રસ્ટીગણ હોદ્દેદારો, ના. કુલપતિ, સંસ્થાના કાર્યકરી વડાઓ ઉપસ્થિત રહ્યા. યુનિવર્સિટીમાં આશરે 15000 વિદ્યાર્થીઓ 8 જેટલી મુખ્ય વિદ્યાશાખામાં વિદ્યાભ્યાસ કરી રહયા છે.

આ પ્રસંગે શોધ અને સંશોધનના ક્ષેત્રમાં પોતાના વિશિષ્ટ અને આગવા પ્રદાનને લઈ યુનિવર્સિટીના કેટલાકે તેજસ્વી તારલાઓનું વિવિધ પારિતોષિકોથી સન્માન કર્યુ હતુ. યુનિવર્સિટીના તમામ કર્મચારીઓએ આચાર સંહિતાના શપથ ગ્રહણ કર્યા જેમાં તેઓએ માનવતા નિયમિતા, નમ્રતા અને અખંડિતતાના પાલનની બાંહેધરી આપી.

છેલ્લા ત્રણ વર્ષથી પોતાના એક દિવસના પગાર દ્વારા કર્મચારીઓ એકત્રિત કરેલ ભંડોળ માનવતાની સેવા અર્થે અર્પણ કર્યું. ગણપત યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ બેન્કિંગ અને ફાઇનાનસ સાથે મહત્વના સહયોગી કરાર કર્યા. યુનિ.એ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઈન્ડિયા સાથે પણ સહયોગી કરાર કર્યા હતો

અન્ય સમાચારો પણ છે...