તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાતનો પ્રયાસ:માતા બીમાર રહેતાં 15 વર્ષની પુત્રીએ ઝેરી દવા પીધી

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીના ડાંગરવા ગામની કિશોરીને ગંભીર હાલતમાં મહેસાણાની લાયન્સ બાદ સિવિલમાં ખસેડાઈ

કડી તાલુકાના ડાંગરવાની 15 વર્ષની કિશોરીએ બે વર્ષથી બીમાર રહેતી માતાની બીમારી જોઇ ન જતાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં કિશોરીને સારવાર માટે મહેસાણા લવાઇ હતી.

ડાંગરવાની 15 વર્ષની આરતીની માતાને પેટમાં દુ:ખાવાની ફરિયાદ હતી અને છેલ્લા 2 વર્ષથી તે બીમાર હોવાની તેણીના મગજમાં મોટી અસર ઉભી થઇ હતી. માતાની તબિયતના સુધારા બાબતે ચિંતામાં રહેતી કિશોરીએ ઘરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉલ્ટી અને ચક્કરની ફરિયાદ વચ્ચે કિશોરીએ દવા પીધી હોવાનું કહેતા જ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લવાયા બાદ સિવિલમા ટ્રાન્સફર કરાઇ હતી. હોસ્પિટલના બિછાણે કિશોરી માતાનું માત્ર નામ સાંભળીને રડી પડે છે.કિશોરીને કોઇના તરફ ફરિયાદ ન હોઇ સિવિલ પોલીસના કાનજીભાઇએ આ સંબંધે રિપોર્ટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો